– ગોલકિપર શ્રીજેશનો વિજયી દેખાવ : ભારત ૪-૩થી જીત્યું
– ભારતે ચાર મેચમાં અજેય રહેતા ૧૧ પોઈન્ટ મેળવ્યા
Updated: Mar 15th, 2023
રુરકેલા,
તા.૧૫
ભારતીય
મેન્સ હોકી ટીમે ઓસ્ટ્રેલિયા સામે સળંગ બીજો વિજય મેળવતા પેનલ્ટી શૂટઆઉટમાં ૪–૩થી જીત હાંસલ કરી હતી. ભારતનો આ ઓસ્ટ્રેલિયા સામે સળંગ બીજો વિજય હતો. ગોલકિપર શ્રીજેશના શાનદાર દેખાવને સહારે ભારતીય હોકી ટીમે સફળતા મેળવી હતી. પ્રો લીગની ચાર મેચમાં ભારત અજેય રહ્યું હતુ અને કુલ ૧૧ પોઈન્ટ્સ મેળવ્યા હતા.
રુરકેલામાં
રમાયેલી મેચમાં વિવેક પ્રસાદ અને સુખજીતે ભારતને બે વખત લીડ અપાવી હતી અને એફરામુસે બંને વખત ઓસ્ટ્રેલિયાને બરોબરી અપાવી હતી. પેનલ્ટી શૂટઆઉટમાં એક તબક્કે ઓસ્ટ્રેલિયાએ ૨–૩થી લીડ મેળવી હતી. જોકે ભારતે વળતો પ્રહાર કરતાં ૩–૩થી બરોબરી મેળવી હતી. આખરે સડન ડેથની પહેલી જ પેનલ્ટી ભારત માટે વિજયી બની હતી. ભારત અગાઉ ઓસ્ટ્રેલિયા સામે ૫–૪થી તેમજ જર્મની સામે ૩–૨ અને ૬–૩થી જીત્યું હતુ.