Updated: Mar 14th, 2023
– આ ગાઇડલાઈન્સથી દર્દીઓને તો ફાયદો થશે જ : પરંતુ તબીબો પણ ખોટા આક્ષેપોથી બચી શકશે
નવી દિલ્હી : કેન્દ્રનાં આરોગ્ય અને કુટુમ્બ કલ્યાણ મંત્રાલયે લંબા સમયથી સ્થગિત થઇ રહેલા મેડીકલ નેગ્લીજન્સ (તબીબી-ઉપેક્ષા)નો મુદ્દો હાથમાં લીધો છે. આ તેણે એક આર.ટી.આઈ.ના સંદર્ભે હાથમાં લીધો છે.
તબીબી ઉપેક્ષા કોને કહેવાય તે અંગે હજી સુધી કોઈ માર્ગદર્શક રેખાઓ જ ન હતી. પરંતુ આ રાઈટ-ટુ-ઇન્ફોર્મેશન નીચે આપેલી અરજી પછી કેન્દ્ર સરકારે આ મુદ્દો હાથમાં લીધો છે.
વાસ્તવમાં ૧૭ વર્ષ પહેલાં ૨૦૦૫માં જેકબ મેથ્યુ કેસમાં સર્વોચ્ચ અદાલતે કેન્દ્ર સરકારને આ અંગે સ્થાયી નિયમો ઘડવા આદેશ આપ્યો હતો અને તબીબી ઉપેક્ષા કોને કહેવાય તે માટે મેડીકલ કાઉન્સીલ ઓફ ઇંડીયા પાસે પણ માર્ગદર્શન માગ્યું હતું.
હવે આ માર્ગદર્શક રેખાઓ તૈયાર થઇ જવાથી દર્દીઓને પણ લાભ થશે, તેમજ તબીબોને પણ લાભ થસે, કારણ કે તેથી કોઈ દર્દીનું અવસાન થાય તો દર્દીના નિકટવર્તીઓ તબીબો ઉપર ખોટા આક્ષેપો પણ નહીં કરી શકે. ઘણીવાર દર્દીનાં સગાં સંબંધીઓ તબીબો ઉપર હિંસક હુમલાઓ પણ કરે છે. તેમાંથી તબીબો બચી જઇ શકશે.