Updated: Mar 15th, 2023
– લેબનોનની 75 ટકા વસ્તી દારુણ ગરીબીમાં સબડે છે
– એક પછી એક ઇસ્લામિક દેશો આર્થિક ગેરવ્યવસ્થાનો શિકાર બની રહ્યા છે: પાકિસ્તાન બાદ લેબનોનની પણ ખરાબ સ્થિતિ
નવી દિલ્હી : પશ્ચિમી એશિયામાં લેબનોન કંગાળીના માર્ગે છે. લેબનોન પર આર્થિક સંકટ એટલું વકર્યુ છે કે લેબનોની પાઉન્ડનું મૂલ્ય એક ડોલર સામે એક લાખનું થઈ ગયું છે. મંગળવારે લેબનોનના ચલણે ડોલર સામે તળિયુ નોંધાવ્યું હતું.
આ જોઈ કદાચ પાકિસ્તાન વિચારતું હશે કે અમારી સ્થિતિ તો તેના કરતાં ઘણી સારી કહી શકાય.
લેબનોનની ૬૦ ટકાથી વધુ વસ્તી મુસ્લિમોની છે.
ચલણ સંકટના લીધે લેબનોનનમાં ખાવાપીવાની ચીજોની કિંમત આકાશને આંબી રહી છે.
લેબનોનના રાજકીય અને પ્રભાવશાળી વર્ગ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટાચારના લીધે ત્યાં ૨૦૧૯માં આર્થિક મંદી આવી હતી. તેના પછી લેબનોનનો પાઉન્ડ સતત નીચે ઉતરતો રહ્યો છે.
લેબનોનની ૬૦ લાખથી વધુ વસ્તીમાંથી ૭૫ ટકા હિસ્સો દારૂણ ગરીબીમાં જીવી રહ્યો છે. અહીં ફુગાવો આકાશને આંબી રહ્યો છે.
લેબનોનની મધ્યસ્થ બેન્ક દ્વારા એક ડોલર સામે ૧૫૦૦૦નો લેબનોની પાઉન્ડનો દર નક્કી કરાયો છે, પણ બજાર રેટ જુદો જ ચાલે છે. જાન્યુઆરીના અંતે ડોલર સામે લેબનોની ચલણનો બજારભાવ ૬૦,૦૦૦ લેબનોની પાઉન્ડ હતો.