અભિનેતાના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી
સમીરે ઘણી જાણીતી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું
Updated: Mar 15th, 2023
અમદાવાદ, 15 માર્ચ 2023, બુધવાર
ગુજરાતી રંગભૂમિ, ટી.વી. સીરિયલ અને ફિલ્મ જગતના પ્રસિદ્ધ અભિનેતા સમીર ખખ્ખરનું નિધન થયુ છે. સમીર ખખ્ખર 80ના દાયકામાં દૂરદર્શનની લોકપ્રિય સિરિયલ નુક્કડમાં “ખોપડી’નું ખૂબ જ પ્રખ્યાત પાત્ર ભજવ્યું હતું. જો કે અભિનેતાના મૃત્યુનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. સમીર ખખ્ખર મુંબઈના બોરીવલીની આઈસી કોલોનીમાં એકલા રહેતા હતા. સમીર ખખ્ખરની પત્ની અમેરિકામાં રહે છે. તેઓ છેલ્લે તાજેતરમાં રિલીઝ થયેલી સિરીઝ ‘ફરઝી’માં જોવા મળ્યા હતા.
સમીરે ઘણી જાણીતી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું
સમીરે મનોરંજન, સર્કસ જેવી સિરિયલોમાં પણ કામ કર્યું હતું. સમીરે પરિંદા, ઈના મીના ડીકા, દિલવાલે, રાજા બાબુ, ટેરર હી ટેરર, રીટર્ન ઓફ જ્વેલ ટીફ, શહાંશાન, અવ્વલ નંબર, પ્યાયે દીવાના હોતા હૈ, હમ હૈ કમાલ કે જેવી ઘણી ફિલ્મોમાં ભૂમિકાઓ પણ ભજવી હતી.
અમેરિકા ગયા પછી એક્ટિંગ છોડી દીધી હતી
સમીર અમેરિકા ગયા બાદ અને તેણે એક્ટિંગ સિવાય જાવા કોડર તરીકે નોકરી મેળવી હતી. વર્ષ 2008માં તેણે નોકરી ગુમાવી દીધી હતી. અમેરિકામાં તેને અભિનેતા તરીકે કોઈ જાણતું ન હોવાથી તેણે બીજા ક્ષેત્રમાં કામ કરવું પડ્યું હતું. સમીરને ભારતમાં જે પણ ભૂમિકાઓ મળી તે તેના ‘નુક્કડ’ પાત્ર પર આધારિત હતી.