અમદાવાદ, મંગળવાર
અમદાવાદની અસારવા
સિવિલ હોસ્પિટલમાં એક વર્ષમાં ઓપડીમાં આવતા દર્દીઓની સંખ્યામાં ૨૫ ટકાનો જ્યારે મેજર
ઓપરેશનમાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે. ગત વર્ષે સિવિલ હોસ્પિટલમાં ૧૦ લાખથી વધુ ઓપીડી
નોંધાઇ હતી જ્યારે કુલ ૨૪ હજારથી વધુ મેજર-૨૭ હજારથી વધુ માઇનોર ઓપરેશન થયા હતા.
સિવિલ હોસ્પિટલમાં
વર્ષ ૨૦૨૧માં ૮.૧૫ લાખ જ્યારે વર્ષ ૨૦૨૨માં ૧૦.૩૪ લાખ ઓપીડી નોંધાઇ હતી. ઓપીડીમાં આવતા
દર્દીઓની સંખ્યા એક વર્ષમાં ૧૦ લાખને પાર થઇ હોય તેવું ત્રણ વર્ષમાં પ્રથમવાર બન્યું
છે. ૨૦૧૯માં ૧૦.૧૩ લાખ, ૨૦૨૦માં કોરોનાને પગલે ૬.૨૧ લાખ ઓપીડી નોંધાઇ હતી. સિવિલમાં
૨૦૧૯માં ૧.૧૧ લાખ, ૨૦૨૦માં ૮૯૫૭૮, ૨૦૨૧માં ૧.૦૯ લાખ અને ૨૦૨૨માં ૯૮૦૨૩ દર્દીને દાખલ
કરાયા હતા. આ પૈકી ૨૦૨૧માં ૫૦૮૧૭ અને ૨૦૨૨માં ૫૭૩૦૭ દર્દીને ડિસ્ચાર્જ અપાયું હતું.
સિવિલમાં ૨૦૨૧ની સરખામણીએ ડિલિવરીમાં ૪૦ ટકાનો વધારો થયો છે.
આ અંગે સિવિલ
હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, “સિવિલ હોસ્પિટલમાં ગત વર્ષે
દરરોજની સરેરાશ ૨૮૩૩ ઓપીડી નોંધાઇ હતી. ઓપરેશન કરાવનારાના પ્રમાણમાં પણ વધારો થઇ રહ્યો
છે. ૨૦૨૧માં ૨૦૬૧૪ જ્યારે ૨૦૨૨માં ૨૪૦૯૫ મેજર ઓપરેશન થયા હતા. ૨૦૨૨માં કુલ ૨૭૫૯૩ માઇનર
ઓપરેશન કરાયા હતા, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ છે. ગત વર્ષે ૩.૬૧ લાખ એક્સરે,
૨૨૫૩૧ સિટી સ્કેન, ૯૭૩૧ એમઆરઆઇ, ૮૦૬૬૨ સોનોગ્રાફી અને ૨૫.૫૫ લાખ લેબ ટેસ્ટ કરાયા હતા.
ગત વર્ષે સપ્ટેમ્બર અને નવેમ્બરમાં સૌથી વધુ ૧ લાખથી વધારે દર્દી ઓપીડીમાં નોંધાયા
હતા. ‘
છેલ્લા પાંચ વર્ષમાં
કુલ ૪૪.૨૮ લાખ ઓપીડી નોંધાઇ છે જ્યારે ૧.૦૬ લાખ મેજર ઓપરેશન થયા છે. આ ઉપરાંત કુલ ૩૪૧૨૭
બાળકોની પાંચ વર્ષના આ સમયગાળામાં ડિલિવરી થઇ છે.
અસારવા સિવિલ હોસ્પિટલનું સરવૈયું
વર્ષ ૨૦૨૦ ૨૦૨૧ ૨૦૨૨
કુલ ઓપીડી ૬,૨૧,૦૧૩ ૮,૧૫,૫૯૨ ૧૦,૩૪,૩૪૪
કુલ દાખલ દર્દી ૮૯,૫૭૮ ૧,૦૦,૯૮૪ ૯૮,૦૨૩
કુલ ડિસ્ચાર્જ ૪૩,૧૨૩ ૫૦,૮૧૭ ૫૭,૩૦૭
મેજર ઓપરેશન ૧૪,૦૦૮ ૨૦,૬૧૪ ૨૪,૦૯૫
માઇનોર ઓપરેશન ૧૧,૭૨૭ ૧૮,૮૫૦ ૨૭,૫૯૩
કુલ ડિલિવરી ૬,૦૯૯ ૫૩૧૨ ૭,૩૮૨
દાખલ થયેલા ૬
હજાર દર્દી ભાગી ગયા !
અસારવા સિવિલ
હોસ્પિટલમાં ગત વર્ષે કુલ ૯૮૦૨૩ દર્દીને દાખલ કરવામાં આવ્યા હતા. આ પૈકી ૬૪૬૬ દર્દી
તેમની સારવાર પૂરી કરાવ્યા વિના જ હોસ્પિટલમાંથી ભાગી ગયા હતા. કુલ ૧૮૫૬૨ દર્દીને ડિસ્ચાર્જ
અગેઇન્સ્ટ મેડિકલ એડવાઇસ (ડીએએમએ) આપવામાં આવી હતી.૬૮૯૮ દર્દીને મેડિસિટી હોસ્પિટલમાં
ટ્રાન્સફર કરાયા હતા. કુલ ૫૭૩૦૭ દર્દીને ડિસ્ચાર્જ અપાયું હતું. આમ, અંદાજે ૮૭૯૦ દર્દીના સિવિલમાં સારવાર દરમિયાન
મૃત્યુ થયા હતા.