ઈન્વેસ્ટીગેટરના રિપોર્ટના આધારે વીમાદારે મીસ રીપ્રેઝેન્ટેશન કર્યુ કરી પોલીસી શરતનો ભંગ કર્યાનું જણાવી ક્લેઇમ નકાર્યો હતોે
Updated: Mar 15th, 2023
સુરત
ઈન્વેસ્ટીગેટરના રિપોર્ટના આધારે વીમાદારે મીસ રીપ્રેઝેન્ટેશન કર્યુ કરી પોલીસી શરતનો ભંગ કર્યાનું જણાવી ક્લેઇમ નકાર્યો હતોે
ડેન્ગ્યુની
બિમારીની સારવારનો ક્લેઇમ ખોટી રીતે નકારનાર વીમા કંપનીને 9 ટકા વ્યાજ સાથે રૃા.61,419નો ક્લેઇમ વીમાદારને ચૂકવવા સુરત જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ ફોરમના
પ્રમુખ જજ પી.પી.મેખીયા તથા સભ્ય ડૉ.તિર્થેશ મહેતાએ હુકમ કર્યો છે.
વરાછારોડ
ખાતે મહેશ્વર સોસાયટીમાં રહેતા ફરિયાદી જતીન ભરતભાઈ કાકડીયા પોતાનો તથા પરિવારનો
સભ્યોની ધી ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપનીની કુલ રૃ.2 લાખના સમ એસ્યોર્ડની મેડીક્લેઈમ પોલીસી
ધરાવતા હતા. પત્નીની તબિયત બગડતા તા.23-4-2022ના રોજ ખાનગી
હોસ્પિટલમાં દાખલ કરાતા ડેન્ગ્યુનું નિદાન થયા બાદ સારવારનો રૃા.61,419 ખર્ચ થયો હતો. જેનો ક્લેઇમ વીમા કંપનીએ પોલીસી શરતના ભંગનું કારણ આપી
નકારી કાઢતા નરેશ નાવડીયા મારફતે ગ્રાહક
કોર્ટમાં ધા નાખી હતી.
સુનાવણીમાં
જણાવાયું કે, વીમા કંપનીએ ઈન્વેસ્ટીગેટરનો રિપોર્ટના આધારે ખોટા કારણોસર ક્લેઈમ નકાર્યો
છે. સારવાર કરનાર તબીબના સર્ટીફિકેટમાં વીમાદારની પત્નીને શા કારણે હોસ્પિટલમાં દાખલ
કર્યા હતા તેની વિગતો જણાવી છે. જેનું ખંડન કરવામાં વીમા કંપની નિષ્ફળ રહી હતી.