પાંચ વર્ષ પહેલા કડોદરા રોડ પર પ્રિન્ટીંગ વ્યવસાયીએ જીવ ગુમાવ્યો હતો ઃ આવકને ધ્યાને લઇ વળતરનો હુકમ
Updated: Mar 15th, 2023
સુરત
પાંચ વર્ષ પહેલા કડોદરા રોડ પર પ્રિન્ટીંગ વ્યવસાયીએ જીવ ગુમાવ્યો હતો ઃ આવકને ધ્યાને લઇ વળતરનો હુકમ
પાંચ
વર્ષ પહેલાં કાર હડફેટે મૃત્તક પ્રિન્ટીંગ વ્યવસાયીના વિધવા વારસોને 6 ટકા વાર્ષિક વ્યાજ
સાથે રૃા.56.17 લાખ અકસ્માત વળતર ચૂકવવા કારચાલક-માલિક અને વીમા કંપનીને આજે મોટર
એક્સીડેન્ટ ક્લેઈમ ટ્રીબ્યુનલના ઓક્ઝીલરી જજ તથા એડીશ્નલ સેશન્સ જજ પ્રણવ
એસ.દવેએ હુકમ કર્યો છે.
પરવટ
ગામમાં સીલીકોન ફ્લેટમાં રહેતા તથા પ્રિન્ટીંગના વ્યવસાય સાથે સંકળાયેલા 56 વર્ષીય દિપકકુમાર
જાલન તા.11-8-18ના રોજ પોતાના મોટર સાયકલ પર બેસીને
સુરત-કડોદરા રોડ પરથી પોતાના ધંધાકીય સ્થળે જતા હતા. ત્યારે ભારત કેન્સર હોસ્પિટલ
પાસે હ્યુન્ડાઈ ક્રેટા કારના માલિક-ચાલક સંજીવકુમાર જગદીશપ્રસાદ તોલા (રે.શ્યામ
સંગિની ટેક્સટાઈલ માર્કેટ, પુણાકુંભારીયા રોડ)એ તેમને અડફટે
લીધા હતા.જેમાં મલ્ટીપલ ઇજા થતા દિપક કુમાર જાલનનું નિધન થતા મૃતકના વિધવા પત્ની
જ્યોતિબેન તથા પુત્રીઓ કીશનલત્તા અને અદિતી જાલને કુલ રૃ.55
લાખના અકસ્માત વળતર વસુલ અપાવવા ટ્રીબ્યુનલ કોર્ટમાં ધા નાખી હતી.
સુનાવણીમાં
જણાવાયું કે, મૃત્તક એચયુએફ પ્રિન્ટીંગ બિઝનેસ
સાથે સંકળાયેલા તથા ૫૬ વર્ષની વયે માસિક 35થી 40 હજાર કમાતા હતા. જે અંગે ફરિયાદપક્ષે બનાવ સમયના ઈન્કમટેક્સ રીટર્નમાં 3.53 લાખની વાર્ષિક આવક દર્શાવતા પુરાવા રજુ કર્યા હતા. જેને ટ્રીબ્યુનલ કોર્ટે
માન્ય રાખી મૃત્તકની વય,આવક તથા ભવિષ્યની ખોટ વગેરેને ધ્યાને
લઈ અરજદાર વિધવા વારસોને ઉપરોક્ત વ્યાજ સહિત વળતર ચુકવવવા હુકમ કર્યો છે.