પોલીસના જવાનોએ લાહોરમાં આવેલા ઈમરાન ખાનના ઘરે ઘેરી લીધું
તોશાખાના કેસમાં ઈમરાન ખાનની ધરપકડ કરવામાં પોલીસ નિષ્ફળ
Updated: Mar 15th, 2023
લાહોર, તા.15 માર્ચ-2023, બુધવાર
પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનની ધરપકડ સરકાર માટે નાકનો સવાલ બની ગઈ છે, જેના કારણે ઈમરાનની ધરપકડ કરવા માટે પાકિસ્તાની પોલસ બળપ્રયોગ પણ કરી રહી છે. મંગળવારે સાંજે પાકિસ્તાન પોલીસે ઈમરાન ખાનની ધરપકડ કરવાના પ્રયાસો કર્યા, ત્યારે ઈમરાન ખાનના સમર્થકો અને પોલીસ વચ્ચે હિંસા શરૂ થઈ ગઈ… જોકે પોલીસ હજુ પણ ઈમરાન ખાનની ધરપકડ કરી શકી નથી. બુધવારે સવારે 6 કલાકે ઈમરાનના સમર્થકો અને પોલીસ વચ્ચે ફરી મામલો ગરમાયો છે. પોલીસ ઈમરાનના સમર્થકો ઉપર ટીયર ગેસના સેલ છોડી રહી છે, તો ઈમરાનના સમર્થકો પોલીસ પર પથ્થરમારો કરી રહ્યા છે.
અથડામણાં ઘણા લોકો થયા ઈજાગ્રસ્ત
મીડિયા અહેવાલો મુજબ મોટી સંખ્યમાં પોલીસ જવાનો લાહોરમાં આવેલા ઈમરાનના ઘરને ઘેરી લીધું છે. ઉલ્લેખનિય છે કે, તોશાખાના કેસમાં ઈમરાન ખાન વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી થઈ ગયું છે અને ઈસ્લામાબાદ પોલીસના ઘણા પ્રયાસો છતાં હજુ સુધી ઈમરાનની ધરપકડ થઈ શકી નથી, જેના કારણે પાકિસ્તાન પોલીસ બળપ્રયોગ કરી રહી છે. પોલીસ અને ઈમરાનના સમર્થકો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયાના અહેવાલો છે.
ઈમરાન ખાને જારી કર્યો વીડિયો મેસેજ
અગાઉ ઈસ્લામાબાદની પોલીસ 7મીને મંગળવારે સાંજે ઈમરાન ખાનની ધરપકડ કરવા પહોંચી હતી. જોકે તે પહેલા ઈમરાન ખાને એક વીડિયો રેકોર્ડ કરી સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં ઈમરાને કહ્યું કે, પોલીસ તેમની ધરપકડ કરવા આવી ગઈ છે અને તેઓ મને જેલમાં નાખવા ઈચ્છે છે. જો મને કંઈ થયું તો તમારે સાબિત કરવું પડશે કે, આ દેશ ઈમરાન ખાન વગર પણ સંઘર્ષ કરતો રહેશે. બુધવારે સવારે પણ ઈમરાન ખાને વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે દાવો કર્યો હતો કે, તેમની ધરપકડ નવાઝ શરીફ સામેના તમામ કેસોનો અંત લાવવાની ‘લંડન યોજના’ છે.
Residence of Chairman PTI @ImranKhanPTI is under attack 🚨 #زمان_پارک_پُہنچو pic.twitter.com/GqeBNv4QWc
— PTI (@PTIofficial) March 15, 2023
ઈમરાનને જેલમાં મોકલવા લંડન યોજના બનાવાઈ
ઈમરાન ખાને કહ્યું કે, મારી ધરપકડ લંડન યોજનાનો ભાગ છે, જેમાં સમજૂતી થઈ છે. આ સમજૂતી હેઠળ ઈમરાન ખાનને જેલમાં મોકલવાની, PTIને ખતમ કરવાની અને નવાઝ શરીફ સામેના તમામ કેસ ખતમ કરવાની તૈયારી કરાઈ છે. ઈમરાને કહ્યું કે, જ્યારે તેમણે કહ્યું કે, તેઓ 18 માર્ચે કોર્ટમાં હાજર થઈ જશે, તો લોકો પર હુમલો કરવાનો શું મતલબ છે.