નવા સીઈઓ ટિમ માયોપોલોસે બેન્કના ખાતાધારકોને બેન્કને બચાવવા માટે તેમની જમા રકમ સાથે વાપસી કરવાનો આગ્રહ કર્યો
નવા સીઇઓએ પસંદગીના રોકાણકારો અને લિમિટેડ પાર્ટનર્સ સાથે મીટિંગ કરી
Updated: Mar 15th, 2023
image : Wikipedia |
સિલિકોન વેલી બેન્ક(એસવીબી)ના નવા સીઈઓ ટિમ માયોપોલોસે બેન્કના ખાતાધારકોને બેન્કને બચાવવા માટે તેમની જમા રકમ સાથે વાપસી કરવાનો આગ્રહ કર્યો છે. અહેવાલ અનુસાર પસંદગીના રોકાણકારો અને લિમિટેડ પાર્ટનર્સ સાથે ઝૂમ મીટિંગમાં તેમણે તેમને નવી ડિપોઝિટ કરવા માટે કહ્યું હતું. તેમણે કહ્યું કે વર્તમાન અને નવી બંને ડિપોઝિટને ફેડરલ ડિપોઝિટ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન તરફથી વીમા કવરેજ મળશે.
શું કહ્યું નવા સીઈઓએ?
તેમણે કહ્યું કે અમેરિકામાં જમા રકમ માટે આ બેન્કથી વધુ સુરક્ષિત જગ્યા બીજી કોઇ જ નથી. નવું શરૂ કરાયેલ એસવીબી બ્રિજ બેન્ક ખાતું 250,000 ડૉલરની વિશેષ કાનૂની મર્યાદા હેઠળ પણ નથી. તેમણે ગ્રાહકોને સંસ્થાનમાં તેમની જમા રકમ પાછી જમા કરવા કહ્યું છે. માયોપોલોસે ઝૂમ કોલ પર કહ્યું કે આ એકમાત્ર સૌથી મહત્ત્વપૂર્ણ વાત છે જે તમે એ સુનિશ્ચિત કરવા માટે કરી શકો છો કે સિલિકોન વેલી બેન્ક જીવિત રહે. તેમણે કહ્યું કે એસવીબી બ્રિજ બેન્ક પાસે ફક્ત બે જ વિકલ્પ છે. જેમાં એક એ છે કે તે કોઈ અન્ય ફાઇનાન્શિયલ સંસ્થાન કે અન્ય રોકાણકાર સાથે મળીને કામ કરે કે પછી બીજો વિકલ્પ એ છે કે તેને બંધ કરી દેવામાં આવે.