– નીતિ આયોગનો ટાર્ગેટ દૂર રહી જશે
Updated: Mar 15th, 2023
મુંબઈ : નાણાંકીય વર્ષ ૨૦૨૪માં લગભગ ૧૫ લાખ વાહનોના વેચાણનો અંદાજ છે, જે નીતિ આયોગના ૨૩ લાખ ઈલેક્ટ્રિક ટૂ વ્હિલર્સના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકથી ઘણું ઓછું રહેવાનો અંદાજ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓ લગાવી રહી છે. હાલના શરૂઆતી તબક્કે ટ્રાન્સફોર્મેશનની આ ગતિ ધીમી પડતા ૨૦૩૦ સુધીમાં ૮૦ ટકા ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર સુધી પહોંચવાની સરકારની મહત્વાકાંક્ષી યોજનાને મોટો ફટકો પડી શકે છે.
દેશની ટોચની ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપનીઓના સંગઠન, સોસાયટી ઓફ મેન્યુફેક્ચરર્સ ઓફ ઈલેક્ટ્રિક વ્હીકલ (SMEV)એ જણાવ્યું હતું કે અમારા મતે સેક્ટરનું પ્રદર્શન અંદાજ કરતા નબળું રહેશે. નાણાંકીય વર્ષ ૨૦૨૩માં ઈન્ડસ્ટ્રીની કામગીરી નીતિ આયોગના ૧૨ લાખના લક્ષ્યાંક કરતાં ઘણી ઓછી રહેવાની ધારણા છે.
૨૦૨૩ માટે સંસ્થાનો અંદાજ સરકારના ટાર્ગેટની નજીક હતો આને વેચાણ ૧૦ લાખ યુનિટને પાર રહેવાની સંભાવના હતી પરંતુ હાલના તબક્કે વાસ્તવિકતા જુદી લાગી રહી છે.
એસએમઈવીના ડાયરેક્ટર જનરલ અને હિરો ઈલેક્ટ્રિકના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સોહિન્દર ગીલે જણાવ્યું કે, “આ નાણાકીય વર્ષના અંત સુધીમાં અમે લગભગ ૭,૫૦,૦૦૦ યુનિટનો સેલ્સ આંકડો વટાવીશું, જે નીતિ આયોગના અંદાજ કરતાં ઓછું છે. જોકે અમે ૧૦ લાખથી વધુનો અંદાજ લગાવ્યો હતો પરંતુ હવે તે શક્ય જણાતું નથી.