Updated: Mar 15th, 2023
ીપુત્રોમાં ચિંતા : તાપમાનનો પારો 8 ડિગ્રી ગગડયો
સુરેન્દ્રનગર : હવામાન ખાતાની આગાહી મુજબ સુરેન્દ્રનગર જીલ્લામાં વરસાદી વાતાવરણ છવાયું હોવાથી એક જ દિવસમાં તાપમાનનો પારો ૮ ડીગ્રી ગગડીને ૩૧.૩ નોંધાયો હતો. આખો દિવસ ઘેરાયેલા વાદળો વચ્ચે સુરેન્દ્રનગર, થાનગઢ, લખતર પંથકમાં છાંટા પડયા હતાં.
આ અંગેની વધુ વિગત એવી છે કે, હવામાન ખાતાની માવઠાની આગાહી મુજબ સુરેન્દ્રનગર પંથકમાં મંગળવાર સવારથી જ વાદળછાયું વાતાવરણ અને ભરઉનાળે વરસાદી વાતાવરણ જોવા મળ્યું હતું. સુરેન્દ્રનગર, લખતર, થાનગઢ પંથકમાં સામાન્ય હળવા છાંટા પડયા હતા. તેજ પવન સાથે અને મીની વાવાઝોડા જેવી પવનની ગતિ જોવા મળી હતી. વાદળછાયા વાતાવરણને કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો હતો અને એક જ દિવસમાં ૮.૧ ડીગ્રી તાપમાન ઘટી ગયું હતું. મંગળવારે મહત્તમ તાપમાન ૩૯.૪ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ગઈકાલે વાદળછાયા વાતાવરણને કારણે ૩૧.૩ ડીગ્રી તાપમાન નોંધાયું હતું. વાદળછાયું વાતાવરણ, છાંટા અને માવઠાની આગાહીને કારણે ખેડુતોમાં ચિંતાની લાગણી ફેલાવા પામેલ છે.