Image Twitter |
તા. 14 માર્ચ 2023, બુધવાર
હાલમાં સીઈઓ વર્લ્ડ મેગઝીને એક અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલમાં ક્રિકેટ જગતના સૌથી ધનિક ક્રિકેટરોના નામ સામેલ છે. જાહેર થયેલ અહેવાલ મુજબ સચિન, ધોની કે કોહલી નહી પણ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર એડમ ગીલક્રીસ્ટ દુનિયાના સૌથી ધનિક ક્રિકેટર છે. ચાલો જાણીએ આ લિસ્ટમાં સામેલ ક્રિકેટર્સના નામ અને તેમની નેટ વર્થ વિશે.
1.એડમ ગીલક્રીસ્ટ
સીઈઓ વર્લ્ડ મેગઝીને હાલમાં જ એક અહેવાલ જાહેર કર્યો છે. આ અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર એડમ ગીલક્રીસ્ટ દુનિયાના સૌથી ધનિક ક્રિકેટર્સની લિસ્ટમાં પ્રથમ સ્થાને છે. ગીલક્રીસ્ટની નેટવર્થ આશરે 380 મિલિયન ડોલર છે, જે ભારતીય રૂપિયામાં આશરે 31,26,62,10,000 રૂપિયા થાય છે.
2.સચિન તેન્ડુલકર
સીઈઓ વર્લ્ડ મેગઝીન મુજબ દુનિયાના સૌથી ધનિક 10 ક્રિકેટર્સમાં બીજા નંબરે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેન્ડુલકરનું નામ સામેલ છે. સચિનની નેટવર્થ આશરે 170 મિલિયન ડોલર છે.
3.મહેન્દ્ર સિંહ ધોની
આ લિસ્ટમાં ત્રીજા નંબરે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનું નામ સામેલ છે. ધોનીની કુલ નેટવર્થ 115 મિલિયન ડોલર છે.
4.વિરાટ કોહલી
સીઈઓ વર્લ્ડ મેગઝીનની લિસ્ટમાં ચોથા નંબરે ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીનું નામ સામેલ છે. વિરાટની નેટવર્થ આ લિસ્ટમાં 112 મિલિયન ડોલર જણાવવામાં આવી છે.
5.રિકી પોન્ટિંગ
સીઈઓ વર્લ્ડ મેગઝીનની લિસ્ટમાં પાંચમાં નંબરે ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટર રિકી પોન્ટિંગનું નામ સામેલ છે, પરંતુ તેની નેટવર્થ વિરાટ કોહલીથી ઘણી ઓછી છે. સીઈઓ વર્લ્ડ મેગઝીનના અહેવાલ મુજબ પોન્ટિંગની નેટવર્થ 75 મિલિયન ડોલર છે.
6.જૈક કાલિસ
જૈક કાલિસ સાઉથ આફ્રિકન ક્રિકેટર છે. કાલિસની નેટવર્થ સીઈઓ વર્લ્ડ મેગઝીન મુજબ 70 મિલિયન ડોલર છે.
7.બ્રાયન લારા
આ લીસ્ટમાં વેસ્ટ ઇન્ડીઝના પૂર્વ ખેલાડી બ્રાયન લારાનું નામ પણ સામેલ છે. તેની નેટવર્થ 60 મિલિયન ડોલર છે.
8.વીરેન્દ્ર સહવાગ
ભારતીય ક્રિકેટ ટીમના જબરદસ્ત પૂર્વ ઓપનર વીરેન્દ્ર સહવાગનું નામ પણ આ લિસ્ટમાં સામેલ છે. સહવાગની નેટવર્થ 40 મિલિયન ડોલર છે.
9.યુવરાજ સિંહ
ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ બેટર યુવરાજ સિંહ આ લિસ્ટમાં નવમા નંબરે છે. યુવરાજની નેટવર્થ 35 મિલિયન ડોલર છે.
10.સ્ટીવ સ્મિથ
ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સ્ટીવ સ્મિથનું નામ આ લિસ્ટમાં દસમાં નંબરે છે. સીઈઓ વર્લ્ડ મેગઝીન મુજબ સ્મિથની નેટવર્થ 30 મિલિયન ડોલર છે.