Updated: Mar 15th, 2023
– કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવવા માટે કોંગ્રેસે 224 સભ્યોની વિધાનસભામાં ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે
નવી દિલ્હી, તા. 15 માર્ચ 2023, બુધવાર
કર્ણાટકના કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમારે આજે રાજ્યના DGP પ્રવીણ સૂદની ધરપકડની માંગ કરી છે. કોંગ્રેસ નેતાએ દાવો કર્યો કે, DGP સત્તારુઢ ભાજપ સરકારનો બચાવ કરી રહ્યા છે અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓ વિરુદ્ધ કેસ દાખલ કરી રહ્યા છે. શિવકુમારે કહ્યું કે, આ DGP નાલાયક છે. તેમની સામે તાત્કાલિક કેસ દાખલ થવો જોઈએ અને તેમની ધરપકડ કરવી જોઈએ.
શિવકુમારે કહ્યું કે, તેમણે સેવામાં ત્રણ વર્ષ પૂરા કર્યા છે. તમે તેમને કેટલા દિવસ રાખવા અને પૂજા કરવા માંગો છો? તેઓ માત્ર કોંગ્રેસ વિરુદ્ધ કેસ નોંધી રહ્યા છે. તેમણે અમારી વિરુદ્ધ 25થી વધુ કેસ દાખલ કર્યા છે.
કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે, જો તેઓ સત્તામાં પાછા આવશે તો કોંગ્રેસ તેમના વિરુદ્ધ કાર્યવાહી કરશે. 224 સભ્યોની કર્ણાટક વિધાનસભાની ચૂંટણી મે 2023 પહેલા યોજાવાની છે.
કર્ણાટકમાં સ્પષ્ટ બહુમતી સાથે સત્તામાં આવવા માટે કોંગ્રેસે 224 સભ્યોની વિધાનસભામાં ઓછામાં ઓછી 150 બેઠકો જીતવાનું લક્ષ્ય રાખ્યું છે. જ્યારે જેડી(એસ) એ વિધાનસભા ચૂંટણી માટે 93 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જ્યારે ભાજપ અને કોંગ્રેસે હજુ તેમની યાદી જાહેર નથી કરી.