છેેતરપિંડીની નવી મોડ્સ ઓપરેન્ડીથી પોલીસ પણ ચોંકી ઉઠી
ખોટો ટાસ્ક રમતા બ્લોક થયેલા નાણાં પરત અપાવવાનું કહીને બોપલમાં રહેતી મહિલા પાસેથી તબક્કાવાર ૧૮ લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા
Updated: Mar 15th, 2023
અમદાવાદ,બુધવાર
બોપલમાં રહેતી એક મહિલાને યુ ટયૂબની વિવિધ ચેનલોને લાઇક અને સબસક્રાઇબ કરવાના ટાસ્ક
નામે ઓનલાઇન છેતરપિંડી કરતી ગેંગ દ્વારા ૧૮.૨૬ લાખની રકમ પડાવી લીધી હોવાની ચોંકાવનારી
ઘટના બની છે. મહિલો ખોટો ટાસ્ક રમ્યો હોવાથી
નાણાં બ્લોક થયાનું કહીને બ્લોક થયેલા નાણાં પરત લેવાના નામે તેની પાસેથી લાખો રૂપિયા
ટ્રાન્સફર કરાવી દીધા હતા. પોલીસ પણ આ નવી
મોડ્સ ઓપરેન્ડીથી ચોંકી ઉઠી છે અને ટેકનીકલ એક્સપર્ટની મદદ લઇને સમગ્ર તપાસ શરૂ કરી
છે.બોપલ આરોહી ક્લબ પાસે આવેલા સિદ્વીદત્ત બંગ્લોઝમાં રહેતા સીમરન
ગઢવીએ ફરિયાદ નોંધાવી છે કે ગત ૧૦મી ડિસેમ્બર ૨૦૨૨ના રોજ તે ફેસબુક પર વિવિધ પોસ્ટ જોઇ રહ્યા હતા ત્યારે એક
જાહેરાત જોવા મળી હતી. જેમાં એલજીસ સર્વિસ
નામની કંપનીએ ઓફર કરી હતી કે યુ-ટયુબમાં વિડીયો લાઇક અને સબક્રાઇબ કરો સાથેસાથછે નાણાં
કમાવો. જેથી લાલચમાં આવીને જાહેરાત પર ક્લીક કરતા વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો અને ટેલીગ્રામ
એપ્લીકેશન ડાઉનલોડ કરાવીને ગુ્રપમાં આવતા યુ-ટયુબ વિડીયોને લાઇક-સબ સક્રાઇબ કરવાનો
ટાસ્ક સીમરનને સોંપવામાં આવ્યો હતો. જે બાદ કમાયેલા નાણાં જમા કરાવવા માટે કેવાયસી
દસ્તાવેજો અને બેકની ડીટેઇલ માંગી હતી. જેમાં ૧૭૦૦ રૂપિયા જમા થયા હતા અને સીમરનને
કહેવામાં આવ્યું હતું કે તમે પ્રથમ ટાસ્કમાં ક્વોલીફાઇ થયા છો અને હવે ૨૧ ટાસ્ક આવશે.
જે માટે રજીસ્ટ્રેશન કરવું પડશે. જેમાં અલગ અલગ એમાઉન્ટ ટ્રાન્સફર કરાવી હતી . ત્યારે
કહ્યું હતું કે તમે ટાસ્ક પૂર્ણ કરશો એટલે કપાયેલી રકમ જમા થઇ જશે. બાદમાં બીજા ટાસ્ક માટે પણ નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. જો કે આ સમયે સીમરનને
કહેવામાં આવ્યું હતું કે તમે ખોટો ટાક્સ પસંદ કર્યો છે. જેથી તમારા તમામ નાણાં બ્લોક
થઇ ગયા છે અને પેનેલ્ટી લાગશે. આ નાણાં પરત લેવા માટે ફરીથી ઓનલાઇન નાણાં ભરવા પડશે.
આમ, ૧૬ દિવસમાં
કુલ ૧૮.૨૬ લાખ જેટલી રકમ સીમરને ટ્રાન્સફર કરી હોવા છંતાય, તેની પાસે વધારે નાણાંની
માંગણી કરવામાં આવતા છેવટે છેતરાયાનો અહેસાસ થયો હતો આ અંગે ગ્રામ્ય સાયબર પોલીસ સ્ટેશનમાં અરજી કરી
હતી. જેના આધારે બોપલ પોલીસે છેતરપિંડીનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.