કુરીયર કંપનીના નામે ઓનલાઇન છેતરપિંડી
જીએસટી ભરવાના નામે લીંક મોેકલાવી એકાઉન્ટ ડીટેઇલ મેળવી છેતરપિંડી ઃ બોપલ પોલીસે ગુનો નોંધ્યો
Updated: Mar 15th, 2023
અમદાવાદ,બુધવાર
સેલામાં આવેલા ઓર્ચિડ સ્કાયમાં રહેતા અને ઇવેન્ટ મેનેજમેન્ટ
કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલા સાથે બ્લુડાર્ટ કંપનીના નામે કોલ કરીને પાર્સલ
હોલ્ટ કરીને ઓનલાઇન જીએસટી ભરવાની લીંક મોકલીને ગઠિયાએ છેતરપિંડી આચરી હતી. જેમાં બેંક
એકાઉન્ટમાંથી એક લાખની રકમ ઉઠાવી લેવામાં આવી હતી. આ અંગે બોપલ પોલીસે ગુનો નોંધીને
તપાસ શરૂ કરી છે. સેલા સ્કાય સીટી સામે આવેલા ઓર્ચિડ સ્કાયમાં રહેતા નિરાલીબેન
ભટ્ટ ઝાયડસ હોસ્પિટલ પાસે આવેલા મેગ્નેટ કોર્પોરેટ પાર્કમાં મેનેજર તરીકે ફરજ બજાવે
છે. તેમને ગત ૧૬મી નવેમ્બરના રોજ સાંજના સમયે
ટોલ ફ્રી નંબરની સીરીઝ પરથી ફોન આવ્યો હતો. જેમાં કોલ કરનારે કહ્યું હતું કે
બ્લુડાર્ટમાંથી મંગાવવામાં આવેલું પાર્સલ પરત થયું છે. જેથી તે હોલ્ટ પર રખાયું છે.
હવે તેેને છોડાવવા માટે બે રૂપિયા જીએસટી ભરવો પડશે. આ માટે વોટ્સએપ પર એક લીંક મોકલાવું
છે. તે એપ્લીકેશનની મદદથી બે રૂપિયા ભરી દેજો. જેથી નિરાલીબેને વિશ્વાસ કરીને તે એપ્લીકેશનની
મદદથી બે રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરી દીધા હતા અને બીજા દિવસે તેમને પાર્સલ મળી ગયું
હતું. બાદમાં ૂૂબે દિવસ પછી તેમના આઇસીઆઇસીઆઇ બેંકના એકાઉન્ટમાંથી ૧૪,૯૯૯ અને ૮૫ હજાર મળીને
કુલ ૯૯,૯૯૯ રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર થયા હતા. જે અંગે
તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બ્લુડાર્ટ કંપનીના નામે ગઠિયાએ મોકલેલી એપ્લીકેશનની
મદદથી બેંક એકાઉન્ટની ડીટેઇલ લઇને સમગ્ર છેતરપિંડી કરવામાં આવી હતી. આ અંગે બોપલ પોલીસે
ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.