સતત નવમા મહિને જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો
જાન્યુઆરી, ૨૦૨૩માં જથ્થાબંધ ફુગાવો ૪.૭૩ ટકા અને ગયા વર્ષે ફેબુ્રઆરીમાં ૧૩.૪૩ ટકા રહ્યો હતો
Updated: Mar 14th, 2023
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૪
ફેબુ્રઆરી,
૨૦૨૩માં જથ્થાબંધ ભાવાંક આધારિત ફુગાવો ઘટીને ી ૩.૮૫ ટકા થઇ ગયો છે, જે બે વર્ષની
નિમ્ન સપાટી છે. મેન્યુફેરચરિંગ વસ્તુઓ, ઇંધણ અને વીજળીના
ભાવ સસ્તા થવાને કારણે ફેબુ્રઆરીમાં જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે. જો
કે ખાદ્ય વસ્તુઓ હજુ પણ મોંઘી રહી છે.
ઉલ્લેખનીય છે કે સતત નવમા મહિને હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ
(ડબ્લ્યુપીઆઇ) આધારિત ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે.
જાન્યુઆરી,
૨૦૨૩માં જથ્થાબંધ ફુગાવો ૪.૭૩ ટકા અને ગયા વર્ષે ફેબુ્રઆરીમાં ૧૩.૪૩ ટકા રહ્યો
હતો. ફેબુ્રઆરી, ૨૦૨૩માં
નોંધાયેલો ૩.૮૫ ટકાનો જથ્થાબંધ ફુગાવો જાન્યુઆરી, ૨૦૨૧ પછીનો સૌથી ઓછો છે. જાન્યુઆરી, ૨૦૨૧માં જથ્થાબંધ
ભાવાંક આધારિત ફુગાવો ૩.૮૫ ટકા હતો.
વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે કે
ફેબુ્રઆરી, ૨૦૨૩માં
ક્રૂડ પેટ્રોલિયમ, કુદરતી
ગેસ, બિન
ખાદ્ય વસ્તુઓ, ફૂડ
પ્રોડક્ટસ, ખનીજ, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક અને
ઓપ્ટિક પ્રોડક્ટ, ઇલેક્ટ્રિકલ
ઉપકરણો અને મોટર વેહીકલ, ટ્રેલર
અને સેમી ટ્રેલરના ભાવ ઘટવાને કારણે જથ્થાબંધ ફુગાવામાં ઘટાડો જોવા મળ્યો છે.
જો કે ફ્રેબુઆરી,
૨૦૨૩માં મેન્યુફેકચરિંગ વસ્તુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે જ્યારે ખાદ્ય
વસ્તુઓનો ફુગાવો વધીને ૩.૮૧ ટકા થયો છે જે જાન્યુઆરીમાં ૨.૩૮ ટકા હતો.