Updated: Mar 15th, 2023
નવી દિલ્હી : ભારતમાં કોરોનાના દૈનિક કેસ ૬૦૦થી વધુ નોંધવામાં આવ્યા છે. જે ૧૧૭ દિવસના સૌથી વધુ કેસો છે. એક્ટિવ કેસો વધીને ૪૧૯૭ થઇ ગયા છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં નવા ૬૧૮ કેસ નોંધવામાં આવ્યા છે. વધુ પાંચ લોકોનાં મોત થતાં મૃત્યુઆંક વધીને ૫,૩૦,૭૮૯ થઇ ગયા છે. આ પાંચ મોત પૈકી બે કર્ણાટકમાં , બે મહારાષ્ટ્રમાં અને એક ઉત્તરાખંડમાં નોંધાયુ છે. આ અગાઉ ગયા વર્ષે ૧૮ નવેમ્બરે કોરોનાના ૬૫૬ કેસ નોંધવામાં આવ્યા હતાં. આ સાથે જ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા વધીને ૪,૪૬,૯૧,૯૫૬ થઇ ગઇ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયની વેબસાઇટ અનુસાર રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ કોરોના વેકેસિનના અત્યાર સુધીમાં ૨૨૦.૬૪ કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.