અમેરિકન સંસદે ૫૨-૪૨ મતોથી નિમણૂકને આપેલી મંજૂરી
અમેરિકામાં વસતા ભારતીયોએ આ નિર્ણયનું સ્વાગત કર્યુ ઃ તેમનું નેોમિનેશન ૨૦૨૧થી અમેરિકન સંસદમાં પેન્ડિંગ હતું
Updated: Mar 16th, 2023
(પીટીઆઇ) વોશિંગ્ટન, તા. ૧૬
અમેરિકાના પ્રમુખ જો બાઇડેનના નજીકના સહયોગી એરિક
ગાર્સેટીને ભારતમાં અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક કરવાના નિર્ણયને અમેરિકન સંસદે
મંજૂરી આપી દીધી છે. ગાર્સેટી ભારતમાં હવે આગામી રાજદૂત હશેૈ.
આ મહત્ત્વપૂર્ણ પદ છેલ્લા બે મહિનાથી ખાલી પડયું હતું. ૫૨
વર્ષીય ગાર્સેટી લોસ એન્જલ્સના મેયર પણ રહી ચૂક્યા છે. બુધવારે ૫૨-૪૨ મતોથી સંસદે
તેમના નામને મંજૂરી આપી હતી. જો કે તેમનો આ માર્ગ ખૂબ જ મુશ્કેલ હતો. ત્રણ
ડેમોક્રેટસ તેમની વિરુદ્ધમાીં હતાં પણ સાત રિપબ્લિકને તેમને સાથ આપ્યો હતો.
તેમનું નોમિનેશન જુલાઇ ૨૦૨૧થી અમેરિકન સંસદમાં પેન્ડિંગ
હતું .ઉલ્લેખનીય છે કે બાઇડેને જુલાઇ ૨૦૨૧માં તેમને નોમિનેટ કર્યા હતાં.
ગયા સપ્તાહમાં સેનેટ ફોરેન રિલેશન કમિટીએ ગાર્સેટીના
નેમિનેશનની તરફેણમાં ૧૩-૮ મતોથી તરફેણ કરી હતી.
આ દરમિયાન ભારતીય અમેરિકનોએ એરિક ગાર્સેટીને ભારતમાં
અમેરિકાના રાજદૂત તરીકે નિમણૂક કરવાના અમેરિકાના નિર્ણયનું સ્વાગત કર્યુ છે.