Updated: Mar 16th, 2023
– રશિયન સંરક્ષણ મંત્રીનો યુ.એસ. સમકક્ષને સ્પષ્ટ જવાબ
– ભવિષ્યમાં પણ આવા ઉશ્કેરણીજનક પગલાં અમેરિકા લેશે તો રશિયા તેનો સપ્રમાણ ઉત્તર આપશે જ
મોસ્કો : રશિયાના સંરક્ષણ મંત્રીએ પેન્ટાગોનના વડાને બુધવારે જણાવી દીધું હતું કે રશિયા પર વધી રહેલી જાસૂસીને લીધે જ તે ડ્રોન ઘટના બની હતી.
મંગળવારે અમેરિકાએ રશિયા ઉપર તેવો આક્ષેપ મૂકયો હતો કે રશિયાનાં એસયુ-૨૭ પ્રકારના એક યુદ્ધ વિમાને કાળા સમુદ્ર ઉપર ઊડી રહેલા અમેરિકાનાં જાસૂસી ડ્રોન વિમાનને તેના શેટર ઉપર ટક્કર મારી સમુદ્રમાં ડૂબાડી દીધું હતું.
આ સામે રશિયાએ જાણી જોઈને તે કૃત્ય કર્યું હોવાનો ઇન્કાર કર્યો હતો. તેમ છતાં રશિયાના સંરક્ષણ મંત્રી સર્જી શોઈગુમ અમેરિકાનાં સંરક્ષણ મંત્રી લોઈડ ઓષ્ટિનને જણાવ્યું હતું કે રશિયન ફેડરેશન વિરુદ્ધની વધી રહેલી જાસૂસી પ્રવૃત્તિઓ તેમજ નો ફલાઇ ઝોન જે રશિયાએ જાહેર કરેલો જ છે તેનો અસ્વીકાર કર્યો હોવાથી આવી ઘટના બની છે. તેમ રશિયાનાં સંરક્ષણ મંત્રાલયનાં એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે.
આ સાથે ક્રેમ્લીને તેવી પણ ચેતવણી આપી છે કે આ પ્રકારની ઉશ્કેરણીઓનો સપ્રમાણ ઉત્તર અમારો જ.
જયારે રશિયાના ચીફ ઓફ મિલીટરી જનરલ સ્ટાફ વેલેરી ગેરાસીમોવે અમેરિકાના ચીફ ઓફ મિલીટરી જનરલ સ્ટાફ માર્ક મીલન સાથે પણ ફોન દ્વારા વાત કરી હતી. તેમ એક અન્ય નિવેદનમાં પણ જણાવવામાં આવ્યું છે.
રશિયાએ યુક્રેન ઉપર આક્રમણ કર્યા પછી રશિયા ઉપર અમેરિકા દ્વારા જાસૂસી વધી રહી છે. તે રશિયા જાણે જ છે. તેથી તેણે કહ્યું છે કે, રશિયાને આવી ઘટનાઓ વધારવાની ઇચ્છા નથી. પરંતુ આ પ્રકારની તમામ ઉશ્કેરણીઓનો તે સપ્રમાણ ઉત્તર આપશે જ.