Updated: Mar 15th, 2023
– ગૃહની બેઠક શરૂ થઈ કે તુર્ત જ વિપક્ષી સાંસદો “કૂપ’માં આવી ગયા : અદાણી જૂથ મુદ્દે જેપીસીની રચના કરવાની માંગણી કરવા લાગ્યા
નવી દિલ્હી : આજે સંસદના પ્રારંભ સાથે જ ભારે ધમાલ- ધાંધલ જોવા મળી હતી. રાહુલ ગાંધીએ વિદેશમાં કરેલા તેવા વિધાનો કે ભારતમાં લોકશાહી ઉપર આક્રમણ થઈ રહ્યું છે. તો સામે શાસક પક્ષના સાંસદોએ ધમાલ- ધાંધલ મચાવી દીધી હતી તો બીજી તરફ અદાણી જૂથ મુદ્દે તપાસ કરવા જોઇન્ટ પાર્લામેન્ટરી કમિટી (જેપીસી) નીમવા વિપક્ષી સાંસદોએ ધમાલ- ધાંધલ મચાવી દીધી હતી તેવો અધ્યક્ષશ્રી સામેના કૂપમાં ધસી ગયા હતા અને મોટેથી સૂત્રોચ્ચારો કરવા લાગ્યા હતા તેટલું જ નહી પરંતુ જે સંસદમાં પ્રતિબંધિત છે છતાં ય પ્લેકાર્ડઝ દર્શાવવા લાગ્યા હતા.
આ તબક્કે અધ્યક્ષ ઑમ બિર્લાએ સાંસદોને શાંત રહેવા વારંવાર અપીલ કરી હતી પરંતુ તેમનું કોઈએ સાંભળ્યું ન હતું. તેથી એક તરફ વિપક્ષી સાંસદોએ ધમાલ- ધાંધલ શરૂ કરી દીધી હતી તો તે સામે શાસક પક્ષના ભાજપના સાંસદોએ વિદેશમાં ભારતની છબી ખરડાય તેવાં વિધાનો કરવા માટે કોંગ્રેસના નેતા અને સાંસદ વિરૂદ્ધ નારાબાજી શરૂ કરી દીધી હતી.
આ સાથે ધમાલ- ધાંધલ એટલી હદે વધી ગઈ હતી કે છેવટે અધ્યક્ષ ઓમ બિર્લાએ બપોરના બે વાગ્યા સુધી સંસદની કાર્યવાહી મોકૂફ રાખવી પડી હતી. બીજી તરફ સંસદની બેઠક શરૂ થઈ ત્યારે પણ આ દ્રશ્યો થતાં આખો દિવસ કાર્યવાહી મુલત્વી રખાઈ હતી.