તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટની જગ્યાએ BLURનામનું એકાઉન્ટ દેખાયુ
એકાઉન્ટ પર છ લાખ 90 હજારથી વધુ ફોલોઅર્સ હતા
Updated: Mar 16th, 2023
Image : Twitter |
અમદાવાદ, 16 માર્ચ 2023, ગુરુવાર
નેપાળના વડા પ્રધાન પુષ્પ કમલ દહલનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ આજે વહેલી સવારે હેક કરવામાં આવ્યું હતું. તેમના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટની જગ્યાએ BLURનામનું એકાઉન્ટ દેખાઈ રહ્યું હતું. આ એકાઉન્ટ પ્રો ટ્રેડર્સ માટે બિન-ફંજીબલ ટોકન માર્કેટપ્લેસ છે. હેકર્સે એકાઉન્ટ પર બાયો પણ બદલી નાખી છે અને ટ્વીટ પિન કરી છે.
नेपाल के प्रधानमंत्री का आधिकारिक ट्विटर अकाउंट हैक हुआ। pic.twitter.com/zuhduLDH4t
— ANI_HindiNews (@AHindinews) March 16, 2023
+
છેલ્લા ઘણા સમયથી ઓફિસિયયલ ટ્વિટર એકાઉન્ટ હેક કરવામાં આવી રહ્યા છે ત્યારે આજે વધુ એક ટ્વિટર એકાઉન્ટ હેક થયુ હતું. ભારતના પડોશી દેશ નેપાળના પ્રધાનમંત્રીનું ઓફિસિયલ એકાઉન્ટ હેક કરવામાં આવ્યુ હતું. આ એકાઉન્ટ પર બ્લર નામનું એકાઉન્ટ દેખાઈ રહ્યુ હતું જે બિન ફંજીબલ ટોકન માર્કેટપ્લેસનું છે. પીએમના એકાઉન્ટ પર લખેલી બાયો પણ હટાવીને નવી બાયો લખી હતી તેમજ ટ્વિટને પીન પર કરવામાં આવી હતી. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર છ લાખ 90 હજારથી વધુ ફોલોઅર્સ છે.
જો કે હવે નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલના સત્તાવાર ટ્વિટર હેન્ડલને સવારે 7 વાગ્યા સુધી સુધારી દેવામાં આવ્યું છે. પહેલાની જેમ હવે તેના પર પીએમઓ લખેલું દેખાઈ રહ્યું છે. જો કે હેકર્સ ધરાવતું ટ્વિટ હજી પણ દેખાઈ રહ્યું છે. અત્યાર સુધી નેપાળના વડાપ્રધાન દ્વારા હેકર્સ અંગે કોઈ સત્તાવાર નિવેદન જારી કરવામાં આવ્યું નથી.