પ્રેગન્નસીના મુદ્દે દબાણ કરી પરણીતાનો ત્યાગ કરનાર પતિ વિરુધ્ધ ઘરેલું હિંસાના કેસમાં પરણીતાએ વચગાળાનું ભરણ પોષણ માંગ્યું હતુ
Updated: Mar 16th, 2023
સુરત
પ્રેગન્નસીના મુદ્દે દબાણ કરી પરણીતાનો ત્યાગ કરનાર પતિ વિરુધ્ધ ઘરેલું હિંસાના કેસમાં પરણીતાએ વચગાળાનું ભરણ પોષણ માંગ્યું હતુ
ભટારની
રોડની ત્યક્તા પરણીતાએ કરેલા ઘરેલું હિંસાના કેસમાં પતિ પાસેથી વચગાળાના ભરણ પોષણ
માટે કરેલી માંગને જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ એ.એલ.ત્રિવેદીએ મંજુર કરી કેસ ચાલે
ત્યાં સુધી માસિક રૃ.10 હજાર લેખે ભરણ પોષણ ચુકવવા પતિને હુકમ કર્યો છે.
ભટાર ખાતે
રહેતા ઉષાબેનના લગ્ન વર્ષ-2011માં પાલનપુર ખાતે રહેતા રાદેશભાઈ સાથે થયા હતા.દાંપત્ય જીવન દરમિયાન બંને
પક્ષકારોને સંતાનનો જન્મ થયો નહોતો.જેથી આ મુદ્દે પતિ-સાસરીયા દ્વારા પ્રેગનન્સી ન
રહેવાના મુદ્દે ઉષાબેનને મેણાં ટોણાં મારીને ઘરેલું હિંસા આચરતા હતા.તદુપરાંત પિયરમાંથી નાણાં લાવવા માટે દબાણ કરતા હતા.જેથી પતિ રાજેશભાઈએ પત્ની ઉષાબેનને લાઈને ભાડાના મકાનમાં
રહેવા ગયા બાદ ભાડું પણ પત્ની પાસેથી માંગીને ત્રાસ આપતા હતા.
જેથી
પ્રેગનન્સી ન રહેવા તથા પિયરમાંથી નાણાં લઈ આવવા માટે પતિ-સાસુ દ્વારા ત્રાસ આપી
છુટાછેડા માટે દબાણ કરીને પતિએ પત્નીનો ત્યાગ કર્યો હતો.જેથી ત્યક્તા ઉષાબેને
પોતાના પતિ-સાસરીયા વિરુધ્ધ પ્રીતીબેન જોશી તથા જીગીશા સેલર મારફતે ઘરેલું હિંસાનો
કેસ કર્યો હતો.જેની સુનાવણીમાં વિલંબ થાય તેમ હોઈ પત્ની તરફે અરજદાર પત્ની પાસે
આવકનું કોઈ સાધન ન હોઈ પતિએ ત્યાગ કર્યો હોઈ વચગાળાના ભરણ પોષણ માટે માંગ કરી
હતી.જેને કોર્ટે માન્ય રાખી ત્યક્તા પત્નીને કેસનો નિકાલ થાય ત્યાં સુધી માસિક રૃ.10 હજાર લેખે ભરણપોષણ
ચુકવવા પતિને હુકમ કર્યો છે.