ભારત સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બનશે : અસલ તોજે
Updated: Mar 16th, 2023
Image : Wikipedia |
અમદાવાદ, 16 માર્ચ 2023, ગુરુવાર
ભારતના વડાપ્રધાને યુરોપ અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવાના પ્રયાસ કર્યા હતા. આ પ્રયાસની પ્રશંસા વિશ્વભરમાં થઈ રહી છે ત્યારે હવે નોબલ પ્રાઈઝ કમિટીએ પણ આની પ્રશંસા કરી છે. નોબલ કમિટીના ડેપ્યુટી લીડરે પીએમ મોદીને શાંતિ પુરસ્કારના પ્રબળ દાવેદાર ગણાવ્યા હતા.
નોબેલ કમિટીના ડેપ્યુટી લીડર અસલ તોજેએ ભારતની પ્રશંસા કરી હતી. તેમણે પીએમ મોદીને નોબેલ શાંતિ પુરસ્કારના પ્રબળ દાવેદાર પણ ગણાવ્યા હતા. અસલ તોજેએ કહ્યું કે જે રીતે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયન રાષ્ટ્રપતિને યુદ્ધ વિશે સમજાવ્યું તે પ્રશંસા કરવા લાયક છે. તેમણે કોઈપણ પ્રકારની ધમકી આપ્યા વિના પરમાણુ યુદ્ધના પરિણામો વિશે સમગ્ર વિશ્વને સમજાવ્યું હતું. આપણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં પ્રધાનમંત્રી મોદી જેવા નેતાઓની જરૂર છે.
અસલ તોજે શું કહ્યું?
પીએમ મોદી અને ભારતના પ્રયાસોની પ્રશંસા કરતા અસલ તોજેએ કહ્યું કે વિશ્વને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આવા હસ્તક્ષેપની વધુ જરૂર છે. તેમણે કહ્યું ભારતે કોઈની સાથે ઉચા અવાજે વાત નથી કરી તેમજ કોઈને ધમકી આપી નથી. માત્ર મૈત્રીપૂર્ણ રીતે પોતાની સ્થિતિ જણાવી છે. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આપણને તેની વધુ જરૂર છે.
ભારત સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બની રહ્યો છે : અસલ તોજે
એક દિવસ પહેલા અસલ તોજેએ પીએમ મોદીના શાસનની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે પીએમ મોદીની નીતિના કારણે ભારત એક સમૃદ્ધ અને શક્તિશાળી દેશ બની રહ્યો છે. પ્રધાનમંત્રી મોદી દ્વારા લેવામાં આવેલા પગલા પર નજર રાખી રહ્યા છીએ. અમને પૂરી આશા છે કે તે પોતાની પહેલમાં સફળ થશે. હું પણ પીએમ મોદીને ફોલો કરું છું.