Updated: Mar 16th, 2023
– વકીલમાંથી સીધા ગુનેગાર બનેલા રોબોટ પર હવે યુએસ અદાલતમાં કેસ ચાલશે
નવી દિલ્હી, તા. 16 માર્ચ 2023, ગુરૂવાર
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સથી સજ્જ વિશ્વનો પહેલો રોબોટ વકીલ કોર્ટમાં વકીલ તરીકે હાજર થતા પહેલા પોતે જ અપરાધી બની ગયો છે. તેના પર કાયદાની ડિગ્રી વિના અને નોંધણી તથા લાયસન્સ વિના કાયદાની પ્રેક્ટિસ કરવાનો આરોપ લાગ્યો છે. તમને જણાવી દઈએ કે થોડા મહિના પહેલા યુએસ સ્થિત સ્ટાર્ટઅપ DoNotPay એ AI ટેક્નોલોજી પર આધારિત વિશ્વનો પ્રથમ રોબોટ વકીલ રજૂ કર્યો હતો.
સ્ટાર્ટઅપે દાવો કર્યો હતો કે આ રોબોટ વકીલ ઓવર સ્પીડિંગ સાથે સંબંધિત કેસમાં કાનૂની વકીલાત કરશે. વકીલમાંથી સીધા ગુનેગાર બનેલા રોબોટ પર હવે યુએસ અદાલતમાં કેસ ચાલશે.
શિકાગો સ્થિત લૉ ફર્મ એડલ્સને 3 માર્ચના રોજ કેલિફોર્નિયાની સુપિરિયર કોર્ટમાં રોબોટ વકીલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો. લૉ ફર્મે આરોપ લગાવ્યો હતો કે રોબોટ ન તો કાયદાની ડિગ્રી ધરાવે છે, ન તો લાઈસન્સ ધરાવે છે અને ન તે નિયમનકારી સંસ્થાનો છે. આવી સ્થિતિમાં તેને કાયદાની પ્રેક્ટિસ કરવાની મંજૂરી આપી શકાય નહીં.
લૉ ફર્મ એડલ્સન વતી જોનાથન ફરીદિયા દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો છે. પોતાની ફરીયાદમાં ફરીદિયાંએ આક્ષેપ કર્યો છે કે તેને ઉક્ત વકીલ પાસેથી એક કાનૂની દસ્તાવેજ ખરીદ્યો હતો જે તેમને પ્રદાન કરવા માટે સક્ષમ હતા પરંતુ તે ખૂબ જ “સબસ્ટાન્ડર્ડ ‘ગુણવત્તાનો હતો.
તમને જણાવી દઈએ કે જાન્યુઆરીમાં અમેરિકન સ્ટાર્ટઅપ કંપનીએ રોબોટ વકીલ બનાવવાનો ખુલાસો કર્યો હતો. જાન્યુઆરીમાં જ તેની સુનાવણી હાથ ધરવામાં આવી હતી પરંતુ માર્ચમાં તેની કોર્ટમાં હાજરી પહેલા જ તે કાયદાના