– ક્રૂડતેલના ભાવ ઉછળ્યા પછી ફરી ઘટયાના નિર્દેશો
– ચીને સીઆરઆર ઘટાડતાં કોપર, પ્લેટીનમ વધ્યા: ડોલર સામે રૂપિયો ઉંચકાતાં ઝવેરી બજારમાં તેજીમાં રૂકાવટ
Updated: Mar 17th, 2023
મુંબઇ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાદીના ભાવમાં તેજીને બ્રેક વાગી હતી તથા ભાવ પ્રત્યાઘાતી ઘટાડા પર રહ્યા હતા. વિશ્વ બજારમાં જો કે તેજી આગળ વધી હતી. પરંતુ ઘર આંગણે કરન્સી બજારમાં આજે ડોલર સામે રૂપિયો ઉંચકાતાં ઝવેરી બજારમાં તેના પગલે તેજીમાં રૂકાવટ જોવા મ ળી હતી એવું બજારના સૂત્રોએ જણાવ્યું હતું. વિશ ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સની પીછેહટ વચ્ચે વૈશ્વિક સોનામાં ફંડોનું બાઈંગ જળવાઈ રહ્યું હતું.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૧૯૩૦થી ૧૯૩૧ વાળા ઉંચામાં ૧૯૪૬ થઈ ૧૯૪૩થી ૧૯૪૪ ડોલર રહ્યા હતા. સોના પાછળ વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૨૧.૯૪થી ૨૧.૯૫ વાળા વધી ૨૨.૦૫ થઈ ૨૧.૯૭થી ૨૧.૯૮ ડોલર રહ્યા હતા.
જોકે ઘરઆંગણે અમદાવાદ બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૧૦૦ ઘટી ૯૯.૫૦ના રૂ.૫૯૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૬૦૦૦૦ રહ્યા હતા. અમદાવાદ ચાંદીના ભાવ વધતા અટકી કિલોદીઠ રૂ.૬૭૫૦૦ના મથાળે શાંત હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે પ્લેટીનમના ભાવ ઔંશના ૯૭૩થી ૯૭૪ વાળા વધી ૧૦૦૦ પાર કરી ઉંચામાં ભાવ ૧૦૦૧ થઈ ૯૯૨થી ૯૯૩ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ પણ આજે ૧.૪૦થી ૧.૪૫ ટકા ઉંચકાયા હતા.
વિશ્વ બજારના સૂત્રોના જણાવ્યા મુજબ ચીનની સરકારે બેન્કો માટે કેશ રિઝર્વ રેશિયોમાં ઘટાડો કરતાં ત્યાં બજારનાં નાણાં પ્રવાહિતા વધવાની આશાએ વૈશ્વિક કોપર તથા પ્લેટીનમના ભાવ વધી આવ્યા હતા. જો કે વૈશ્વિક પેલેડીયમના ભાવ ઔંશના ૧૪૩૮થી ૧૪૩૯ વાળા આજે ૧૪૧૭ થઈ ૧૪૧૮થી ૧૪૧૯ ડોલર રહ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ તળિયેથી વધ્યા પછી ફરી ઘટયા હતા.
વિશ્વ બજારમાં ન્યુયોર્ક ક્રૂડતેલના ભાવ બેરલદીઠ ૬૭.૬૧ વાળા આજે ઉંચામાં ૬૯.૬૪ થઈ ૬૮.૦૮ ડોલર રહ્યા હતા. જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના ૭૩.૬૯ વાળા ઉછળી ૭૫.૯૨ થઈ ૭૪.૨૯ ડોલર રહ્યા હતા. રશિયા તથા સાઉદી અરેબિયાએ ક્રૂજતેલના પુરવઠાના વિશે વાતચીત શરૂ કર્યાના વાવડ હતા. ચીનના પ્રમુખની રશિયા મુલાકાત પર પણ બજારની નજર રહી હતી.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૫૮૧૦૭ વાળા રૂ.૫૭૯૨૭ થઈ રૂ.૫૭૯૮૭ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૫૮૩૪૧ વાળા રૂ.૫૮૧૫૯ થઈ રૂ.૫૮૨૨૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૬૭૩૧૧ વાળા રૂ.૬૬૭૭૩ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.