Updated: Mar 17th, 2023
જામનગરના નિલકંઠ નગરમાં યુવકે ઝેર પીધું
પાડોશમાં રહેતી મહિલા સાથે સંબંધ હોવાની જાણ થતા પત્નીએ ઝગડો કરતા લાગી આવ્યું
જામનગર: જામનગરમાં નીલકંઠ નગર વિસ્તારમાં રહેતા એક યુવાને ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે. પાડોશી મહિલા સાથેના સંબંધ અંગે પત્ની સાથે ઝઘડો થયા પછી મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધા નું પોલીસમાં જાહેર થયું છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં રણજીત સાગર રોડ પર નીલકંઠ નગર શેરી નંબર -૨ માં રહેતા નિલેશ જયેન્દ્રભાઈ ગોરાતેલા નામના ૪૫ વર્ષના બ્રહ્મક્ષત્રિય જ્ઞાાતિના યુવાને પોતાના ઘેર ઝેરી દવા પી લેતાં બેશુદ્ધ અવસ્થામાં સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા પછી સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું છે.
આ બનાવ અંગે તેની પત્ની ગીતાબેન નિલેશભાઈ ગોરાતેલા એ પોલીસને જાણ કરતાં સીટી એ. ડિવિઝનનો પોલીસ કાફલો જી.જી હોસ્પિટલે દોડી ગયો હતો, અને મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.
મૃતક યુવાનને તેના પાડોશમાં રહેતી એક યુવતી સાથે સંબંધ હોવાથી જે બાબતે પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો, જે બાબતે મનમાં લાગી આવતાં આ પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.