Updated: Mar 17th, 2023
વડોદરા,તા.17 માર્ચ 2023,શુક્રવાર
વડોદરા શહેર જિલ્લામાં આજે સવારથી જ વાદળછાયું હવામાન રહ્યું હતું અને ભારે બફારો થતો રહ્યો હતો જ્યારે બપોરે ત્રણ વાગ્યા બાદ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના ઝાપટા સાથે ઠેર ઠેર બરફના કરા પણ પડ્યા હતા. જેથી પ્રજાજનો એ બેવડી ઋતુનો અનુભવ કર્યો હતો.
વડોદરા અને મધ્ય ગુજરાતમાં બે દિવસ અગાઉ વાવંટોળિયા સાથે પવન સહીત કમોસમી ભારે વરસાદ પડ્યો હતો. જોકે ગઈકાલે દિવસભર રહેલું વાદળીયું વાતાવરણ આજે પણ યથાવત રહ્યું હતું. સુરજદાદા સવારથી જ વાદળા વચ્ચે સંતાકૂકડી રમતાનજરે પડતાં હતા. જોકે વાદળિયા વાતાવરણને કારણે ભર ઉનાળે ગરમીમાં થોડી રાહત જણાઈ હતી પરંતુ બફારો વધુ લાગતો રહ્યો હતો દરમિયાનમાં બપોરે ત્રણ વાગ્યા બાદ અચાનક જ વાતાવરણમાં વધુ પલટો આવ્યો અને અચાનક કમોસમી વરસાદના ઝાપટા અને બરફના કરા ઠેર ઠેર પડ્યા હતા.
વડોદરામાં પ્રજાજનોએ ગરમી અને વરસાદની ઋતુનો બેવડો અનુભવ કર્યો
– ભરબપોરે વાદળછાંયુ વાતાવરણ થયુ, વરસાદના કારણે ખેડુતોની ચિંતામાં વધારો#Vadodara #Summer #RainySeason #RainInVadodara pic.twitter.com/pZG8Nnrvgt— Gujarat Samachar (@gujratsamachar) March 17, 2023