કર્ણાટકમાં એક પુરપાટ ઝડપે આવી રહેલા ટ્રકે મંત્રીની કાર સાથે અકસ્માત સર્જયો હતો
ટ્રક ચાલકની ધરપકડ કરવામાં આવી છે
Updated: Mar 17th, 2023
Image : twitter |
અમદાવાદ, 17 માર્ચ 2023, શુક્વાર
ગઈકાલે કર્ણાટકમાં એક રોડ અકસ્માત થયો છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ રાજ્ય મંત્રી નિરંજન જ્યોતિની કારનો અકસ્માત થયો હતો. આ અકસ્માત ગઈકાલે મોડી રાત્રે થયો હતો. આ બનાવની મળતી માહિતી મુજબ તેમની કારને ટક્કર મારી છે. આ અકસ્માતમાં તે ઘાયલ થયા હતા. એક પુરપાટ આવી રહેલા ટ્રકે અચાનક કેન્દ્રીય મંત્રીની કાર સાથે અથડાયો હતો. હાલ ટ્રક ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.
— Sadhvi Niranjan Jyoti (@SadhviNiranjan) March 16, 2023
આ અકસ્માતમાં નિરંજન જ્યોતિની સાથે તેના ડ્રાઈવરને પણ ઈજા થઈ હતી. અકસ્માત બાદ તેને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સુત્રોમાંથી મળતી માહિતી મુજબ ટ્રકે નિરંજન જ્યોતિની કાર સાથે અકસ્માત સર્જયો હતો. આ ટ્ર્ક લોખંડના સળિયાથી ભરેલો હતો અને કાર સાથે અથડાતા જ પલટી ગયો હતો. આ અકસ્માતમાં કારને પણ ઘણું નુકસાન થયું છે. ટ્રકના ડ્રાઈવર દારૂના નશામાં ધુત હોવાનું જાણવા મળ્યુ હતું. કેન્દ્રિય મંત્રીએ ગઈકાલે આ અંગે ટ્વિટ કરી હતી.
ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે
આ અંગે માહિતી આપતાં એસપીએ જણાવ્યું કે ટ્રકનો ડ્રાઈવર નશામાં હતો અને તેના કારણે આ અકસ્માત થયો હતો. ટ્રક ચાલકને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.