Updated: Mar 18th, 2023
– સન 2021માં બે સંતાનના પિતા એવા આરોપીએ તરૂણીનું અપહરણ કરી શારીરિક શોષણ કર્યુ હતું
વાપી,તા.18 માર્ચ 2023,શનિવાર
ઉમરગામના સોળસુંબા ગામે રહેતી તરૂણીનું અપહરણ અને દુષ્કર્મના ગુનામાં કોટેઁ આરોપીને દોષી ઠેરવી 20 વર્ષની કેદની સજા અને રૂ.5 હજારનો દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. પિડિતાને રૂ.5 લાખનું વળતર ચુકવવા પણ હુક્મ કરાયો છે.
કેસની વિગત એવી છે કે ઉમરગામના સોળસુંબામાં રહેતા પરિવારની તરૂણી કામીની (નામ બદલ્યું છે.) તા.24-11-21ના રોજ ટયુશને ગયા બાદ ભેદી સંજાગોમાં ગુમ થઇ ગઇ હતી. પરિવારજનો અને લોકોએ ભારે શોધખોળ કરવા છતાં કોઇ ભાળ મળી ન હતી. આખરે પોલીસે અપહરણનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસે હાથ ધરેલી શોધખોળમાં આરોપી રાહુલકુમાર પ્રેમિસંહ અને કામીનીને શોધી કાઢ્યા હતા. પોલીસે કરેલી પ્રાથમિક પૂછપરછમાં આરોપી બે સંતાનનો પિતા હોવાછતાં કામીનીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી ભગાડી ગયા બાદ શારીરિક સંભોગ કર્યો હતો. પોલીસ આરોપીની ધરપકડ કયાઁ બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.
આ કેસમાં કોર્ટમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ડીજીપી અનિલ ત્રિપાઠીએ સાક્ષીઓની જુબાની, મેડિકલ રિપોર્ટ સહિતના પુરાવા સાથે દલીલો કરી હતી. કોર્ટના જજ કે.જે.મોદીએ આરોપીને તકસીરવાર ઠેરવી 20 વર્ષની કેદની સાજા અને રૂ.5 હજાર દંડ ફટકારતો મહત્વનો ચુકાદો આપ્યો છે. સાથે પિડિતાને રૂ.5 લાખનું વળતર ચુકવવા પણ હુક્મ કરાયો હતો.