Updated: Mar 17th, 2023
– રાહુલ પર પડી રહેલી પસ્તાળ સામે વેણુગોપાલના પ્રહાર
– રાષ્ટ્રપતિનાં પ્રવચનમાં આભાર-દર્શક ઉત્તર સમયે નરેન્દ્ર મોદીએ કરેલી ટીકા અંગે કલમ 188 નીચે રાજ્યસભામાં નોટિસ
નવીદિલ્હી : કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને મહામંત્રી વેણુગોપાલે રાજ્યસભાના ચેરમેન જગદીપ ધનખારને સાંસદીય કાર્યવાહિના નિયમ ૧૮૮ નીચે નોટિસ પાછળ જણાવ્યું હતું કે, કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિષે વડાપ્રધાને કરેલી અપમાનજનક ટીકાઓને લીધે વિશેષાધિકાર ભંગ નીચે તેમની ઉપર કાર્યવાહી કરવી જોઈએ.
આ નોટિસમાં વેણુગોપાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિશ્રીનાં પ્રવચન પછી આભાર દર્શક વક્તવ્યનું સમાપન કરતાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસનાં નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિષે કેટલીક અયોગ્ય અને અપમાનજનક ટીકાઓ કરી હતી.
મોદીએ તેમનાં પ્રવચનમાં નહેરૂનો ઉલ્લેખ કર્યો હોવાથી કોંગ્રેસે ટીકા કરી હતી ત્યારે મોદીએ કહ્યું હતું કે, નહેરૂના કોઈ પણ વારસે નહેરૂ-અટકનો ઉલ્લેખ કરતાં નથી. આ સાથે તેઓએ અદાણી-હીન્ડબર્ગ મુદ્દો પ્રવચનમાં નિમાર્યો પણ હતો. પરંતુ તેમ કહ્યું હતું કે ઘણા કાદવ ઉછાળે છે, પરંતુ કાદવમાં જ કમળ (ભાજપનું ચિન્હ) ખીલે છે. તે સાથે વિપક્ષો કૂપ સુધી ધસી ગયા હતા અને અદાણી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.
વેણુગોપાલની આ નોટિસ રાહુલ ગાંધીએ કરેલાં લોકશાહી ખતરામાં છે તેવાં વિધાનો અંગે ભાજપે કરેલા પ્રહારોનો સામનો કરવા માટે જ અપાઈ હોવાનું ઘણાનું માનવું છે.