એક વાયરલ મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ ફરી રહ્યો છે
કેન્દ્રએ કહ્યુ કે સરકારે આવુ કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યુ નથી
Updated: Mar 18th, 2023
Image : internet |
નવી દિલ્હી, 18 માર્ચ 2023, શનિવાર
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર CGHSને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ સાથે લિંક કરવા માંગે છે જેથી CGHS લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલોને બદલે સરકારી હોસ્પિટલોમાં સારવાર મળી શકે. કેન્દ્રએ આ દાવાને ફગાવ્યો છે. આ દાવાને ખોટા ગણાવતા ઉમેર્યું હતું કે સરકારે આવું કોઈ નિવેદન બહાર પાડવામાં આવ્યુ નથી. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરોએ દાવા સામે લોકોને ચેતવણી આપતા તથ્ય સાથે ટ્વીટ કર્યું હતું.
It is being claimed that the Government wants to link CGHS with Ayushman Bharat Health Account (ABHA) to provide treatment for CGHS beneficiaries in government hospitals instead of in private hospitals#PIBFactCheck:
✔️This claim is fake
✔️GOI has made no such announcement pic.twitter.com/cu3oV9XhoK
— PIB Fact Check (@PIBFactCheck) March 17, 2023
મંત્રાલયના જણાવ્યા અનુસાર અજાણ્યા દુષ્કર્મીઓ દ્વારા એક મેસેજ પ્રસારિત કરવામાં આવ્યો હતો જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે CGHS લાભાર્થીઓને પડતી મુશ્કેલીઓનો ઉકેલ લાવવાને બદલે હવે સરકાર CGHSને આયુષ્માન ભારત હેલ્થ એકાઉન્ટ સાથે લિંક કરવા માંગે છે જેથી CGHS લાભાર્થીઓને ખાનગી હોસ્પિટલોને બદલે સરકારી હોસ્પિટલોમાં સારવાર મળી શકે.
![]() |
સ્વાસ્થ્ય મંત્રાલયના એક સત્તાવાર સમાચાર અનુસાર એક વાયરલ મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ ફરી રહ્યો છે અને આ મેસેજમાં કોઈ સત્ય નથી. મંત્રાલયે આ સંદેશને વધુ ફેલાતો અટકાવવા કાર્યવાહી પણ શરૂ કરી છે. સંદેશમાં વધુમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે સરકાર ખુલ્લેઆમ કહી રહી છે કે શિક્ષણ, આરોગ્ય વગેરે બિન-મુખ્ય પ્રવૃત્તિઓ છે અને બજેટ ફાળવણીમાં ઘટાડો કરીને કોર્પોરેટ્સને સોંપી રહી છે.