આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને 6 દેશોના તેમના સમકક્ષ પણ જોડાયા હતા
સંયુક્ત રાષ્ટ્રએ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે
Updated: Mar 18th, 2023
image : Twitter |
વડાપ્રધાન મોદીએ રાજધાની દિલ્હીમાં બરછટ અનાજ અંગે આયોજિત બે દિવસના વૈશ્વિક સંમેલન(ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ)નું ઉદઘાટન કર્યું. તેમની સાથે તેમણે ચાલુ વર્ષે મનાવાઇ રહેલા આંતરરાષ્ટ્રીય બરછત અનાજ વર્ષના અવરસે એક ટપાલ ટિકિટ અને એક સિક્કો પણ જારી કર્યો હતો. સરકારે બરછટ અનાજને શ્રી અન્ન નામ આપ્યું છે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર સિંહ તોમર અને 6 દેશોના તેમના સમકક્ષ પણ જોડાયા હતા.
Addressing the Global Millets (Shree Anna) Conference in Delhi. Let us make the “International Year of Millets’ an enormous success. https://t.co/KonmfdQRhP
— Narendra Modi (@narendramodi) March 18, 2023
પીએમ મોદીએ કહ્યું – મને ગર્વ છે…
કાર્યક્રમને સંબોધતા પીએમ મોદીએ કહ્યું કે મને ગર્વ છે કે ભારત આંતરરાષ્ટ્રીય બરછટ અનાજ વર્ષનું નેતૃત્વ કરી રહ્યું છે. મિલેટ્સ ખેડૂતો માટે વરદાન છે. પીએમ મોદીએ કહ્યું કે અનેક દેશો આ મિલેટ્સ સંમેલન સાથે જોડાયેલા છે. મિલેટ્સને લઈને દેશમાં અનેક સ્ટાર્ટઅપ પણ શરૂ થયા છે અને અનેક રાજ્યોમાં તેની ખેતીને પ્રાથમિકતા અપાય છે.
ભારત આ અભિયાનની આગેવાની કરી રહ્યું છે
તેમણે કહ્યું કે ભારતના પ્રસ્તાવ અને પ્રયાસો બાદ જ સંયુક્ત રાષ્ટ્રએ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ જાહેર કર્યું છે. હવે વિશ્વ આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ મનાવે છે ત્યારે ભારત આ અભિયાનની આગેવાની કરી રહ્યું છે. ગ્લોબલ મિલેટ્સ કોન્ફરન્સ આ દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું છે. પીએમ મોદીએ કહ્યું કે શ્રી અન્નને ગ્લોબલ મૂવમેન્ટ બનાવવા માટે સરકારે દિવસ રાત કામ કર્યું છે. શ્રી અન્ન એટલે કે દેશના આદિવાસી સમાજનો સત્કાર. શ્રી અન્ય એટલે કેમિકલ મુક્ત ખેતી.