સસ્તા અનાજ લેવા જતા લોકોએ હવે અનાજ લેવા માટે લાઈનોમાં ઉભા રહેવુ નહી પડે. હવે એવુ એટીએમ આવી ગયુ છે કે તેમાથી પૈસા નહી પણ અનાજ મળી શકશે.
Updated: Mar 18th, 2023
Image Twitter |
નવી દિલ્હી, તા. 18 માર્ચ 2023, શનિવાર
સસ્તા અનાજ લેવા જતા લોકોએ હવે અનાજ લેવા માટે લાઈનોમાં ઉભા રહેવુ નહી પડે. હવે એવુ એટીએમ આવી ગયુ છે કે તેમાથી પૈસા નહી પણ અનાજ મળી શકશે.
અત્યાર સુધી તમે માત્ર પૈસા આપતું ATM જોયું છે. ATM ઓટોમેટિક ટેલર મશીન જે તમે પૈસા ઉપાડવામાં આવતા હતા તેવા ATM વિશે જ જાણતા હતા. પરંતુ હવે એવુ એટીએમ આવી ગયુ છે જેમાથી તમને ઘઉં, ચોખા પણ મળી શકશે. હવે તમારે સસ્તા અનાજની દુકાનમાં ક્યાય લાઈનમાં પણ ઉભા રહેવુ નહી પડે. તમને સીધુ ATMમાંથી અનાજ મળી શકશે. આગામી થોડા સમય પછી તમે આ ATM નો ફાયદો ઉઠાવી શકો છો.
સરકારે અત્યારે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મુક્યો છે
ATM ઓટોમેટિક ટેલર મશીન દ્વારા અત્યારે પાઈલોટ પ્રોજેક્ટ તરીકે અમલમાં મુક્યો છે. જો આ બરાબર ચાલશે તો દેશભરમાં સસ્તા અનાજની દુકાનમાં આ ATM લગાવવામાં આવશે અને આ પ્રોજેક્ટ અમલ કરવામાં આવશે. જેથી લોકોને લાઈનોમાં ઉભા રહેવાની ઝંઝટ નહી રહે.
લાંબી લાઈનો કારણે ઘણા બધા પ્રોબલેમ થતા હતા.
અધિકારીઓ દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે રાશનની દુકાનમાં મોટાભાગે લાંબી લાઈનો લાગતી હોય છે. લાંબી લાઈનો કારણે ઘણા બધા પ્રોબલેમ થતા હતા. જેથી આ સિસ્ટમ અપનાવી છે. સરકારે આ સમસ્યાને નિવારવા માટે રાશન ATM મશીનની સુવિધા કરી છે. જો કે હજુ સુધી સરકારે આ ATM ઓટોમેટિક ટેલર મશીનને શરુ કરવા માટેની જાહેરાત કરી નથી. પરંતુ સુત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે આગામી થોડા દિવસમાં આ પ્રોજેક્ટ અમલમાં કરવામાં આવશે.