Updated: Mar 18th, 2023
– તપાસ એજન્સીએ સ્થાનિક પોલીસ અને CRPFની મદદથી અનેક સ્થળો પર દરોડા પાડ્યા
જમ્મુ કાશ્મીર, તા. 18 માર્ચ 2023, શનિવાર
જમ્મુ કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સીએ આજે સવારે આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. એજન્સી અનેક ઠેકાણા પર દરોડા પાડી રહી છે. SIAની ટીમ અનંતનાગ, કુલગામ, શોપિયાં અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
SIAના એક ટોપના અધિકારીએ જણાવ્યું કે, તપાસ એજન્સીએ સ્થાનિક પોલીસ અને CRPFની મદદથી અનેક સ્થળો પર દરોડા પાડ્યા છે. અધિકારીએ જણાવ્યું કે, આ દરોડા અગાઉથી દાખલ એક મામલે પાડવામાં આવૂ રહ્યા છે.
આ સ્થળો પર દરોડા
શ્રીનગરમાં મોહમ્મદ હનીફ ભટના ઘરે એજન્સીઓ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. અધિકારીઓની એક અન્ય ટીમે ગુલામ અહમદ લોનના પુત્ર અબ્દુલ હમીદ લોનના ઘરે દરોડા પાડ્યા છે.
અન્ય એક ટીમ શોપિયાંના રેબન ઝૈનપોરામાં સરજન બરકાતીના પુત્ર અબ્દુલ રઝીક વાગેના ઘરે પહોંચી અને તલાશી લીધી. સર્જન બરકાતીના ભાઈ મોહમ્મદ શફીના ઘરની પણ સર્ચ કરવામાં આવી રહી છે.
કુલગામમાં એજન્સીએ કાટપોરા યારીપોરામાં એક ઘરમાં સર્ચ ઓપરેશન ચલાવ્યુ હતું. અનંતનાગમાં પણ કેટલાક ઘરોમાં દરોડાની કારેયવાહી ચાલુ છે.
NIAએ પણ દરોડા પાડ્યા હતા
આ અગાઉ મંગળવારે (14 માર્ચ) NIAની ટીમે જમ્મુ-કાશ્મીરમાં ટેરર ફન્ડિગ મામલે અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. NIA અધિકારીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPFની મદદથી ખીણના શ્રીનગર, પુલવામા, શોપિયાં, કુલગામ અને અનંતનાગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.