Image : Twitter |
અમદાવાદ, 19 માર્ચ 2023, રવિવાર
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝની બીજી મેચ આજે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહી છે. ત્રણ મેચની સીરીઝમાં ભારત 1-0થી આગળ છે. ભારતે પહેલી વનડે મેચ પાંચ વિકેટથી જીતી હતી. ભારતની એક પછી એક વિકેટ પડી રહી છે. ભારતની અડધી ટીમ 50 રન પહેલા જ પેવેલિયન ભેગી થઈ ગઈ છે.
ભારતનો સ્કોર
- 10 ઓવરમાં 51/5
- 05 ઓવરમાં 32/3
ભારતની અડધી ટીમ આઉટ
ભારતીય ટીમે શરણાગતિ સ્વીકારી છે. સીન એબોટ હાર્દિક પંડ્યાને આઉટ કર્યો છે. સ્મિથે હાર્દિકનો અદ્ભુત કેચ ઝડપયો હતો. ભારતે 10 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 51 રન બનાવી લીધા છે.
ભારતની ચોથી વિકેટ પડી
ભારતની ચોથી વિકેટ કેએલ રાહુલના રૂપમાં પડી. તે 12 બોલમાં 9 રન બનાવીને આઉટ થયો હતો. સ્ટાર્કે રાહુલને પણ આઉટ કર્યો હતો. સ્ટાર્કે 4 વિકેટ લીધી છે. ભારતે 8.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 48 રન બનાવી લીધા છે.
રોહિત-સૂર્યા આઉટ
ભારતીય ટીમને સતત બે વિકેટ ગુમાવી છે. કેપ્ટન રોહિત શર્મા અને સૂર્યકુમાર યાદવ આઉટ થયા છે. મિચેલ સ્ટાર્કે પહેલા રોહિતને સ્ટીવ સ્મિથના હાથે કેચ આઉટ કરાવ્યો ત્યારબાદ સૂર્યાને LBW આઉટ કર્યો હતો.
શુભમન ગિલ આઉટ
ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પહેલી જ ઓવરમાં શુભમન ગિલની વિકેટ ઝડપી હતી.શુભમન ગિલ ખાતુ ખોલાવ્યા વિના જ પેવેલિયન ભેગો થયો હતો.
ભારતની બેટિંગ શરૂ
ભારતીય ટીમની બેટિંગ શરૂ થઈ ગઈ છે. રોહિત શર્મા અને શુભમન ગિલ ક્રિઝ પર બેટિંગ કરવા ઉતર્યા છે. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે પ્રથમ ઓવર ફેંકી હતી.
ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ પસંદ કરી
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમમાં રોહિત શર્મા અને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમમાં ઇશાન કિશન અને શાર્દુલ ઠાકુર બહાર છે.
ભારતની પ્લેઇંગ -11
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી.
![]() |
ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ-11
ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), કેમેરોન ગ્રીન, માર્કસ સ્ટોઇનિસ, નાથન એલિસ, સીન એબોટ, મિચેલ સ્ટાર્ક, એડમ ઝમ્પા. ઓસ્ટ્રેલિયાની ટીમમાંથી મેક્સવેલ અને ઈંગ્લિસ બહાર છે.