જેટ એરવેઝના CEO સંજીવ કપૂરે બેંગ્લુરુની સરખામણીમાં દુબઈને વધુ સારું ગણાવ્યું
Updated: Mar 19th, 2023
જેટ એરવેઝના CEO સંજીવ કપૂરે ગઈકાલે ટ્વિટર પર ભારતીય મેટ્રો સ્ટેશનોના દેખાવ અને આર્કિટેક્ચર અંગે નિરાશા વ્યક્ત કરી હતી. તેમણે એક ટ્વિટમાં ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની તુલના દુબઈ સાથે કરી હતી અને ભારતીય મેટ્રો સ્ટેશનોને “આર્ટલેસ કોંક્રિટ આઈસોર” તરીકે ગણાવ્યા હતા. આ ટ્વીટથી ઘણા ટ્વિટર યુઝર્સ તેમના પર ભડક્યા હતા, જેમણે તેમના નિવેદનનો વિરોધ કરવા માટે રિપ્લાય સેક્શનમાં કોમેન્ટનો ખડકલો સર્જી દીધો હતો.
બેંગ્લુરુની સરખામણીમાં દુબઈને વધુ સારું ગણાવ્યું
ટ્વિટર પર સંજીવ કપૂરે લખ્યું હતું કે, “બેંગ્લુરુ, ગુરુગ્રામ, કોલકાતા જેવા આપણા ઓવરગ્રાઉન્ડ/ઓવરહેડ મેટ્રો સ્ટેશનો શા માટે આર્ટલેસ કોંક્રિટ આઈસોર છે?” બેંગલોરની સરખામણીમાં દુબઈ પર એક નજર નાખો અને આ દુબઈ સ્ટેશન કદાચ 10 વર્ષ પહેલા બનાવવામાં આવ્યું હતું! તેમણે પોતાની વાત પર ભાર મૂકવા માટે દુબઈ અને બેંગ્લુરુ મેટ્રો સ્ટેશનની તસવીરો પણ શેર કરી હતી.
ટ્વિટર યુઝર્સ સંજીવ કપૂર પર ભડક્યા
એક યુઝરે તેમની પોસ્ટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, જે લોકો પોતાના દેશની પ્રશંસા કરતા નથી તેમની લાક્ષણિક પ્રતિક્રિયા, જ્યારે બીજાએ કહ્યું, “ટ્રાન્ઝિટ સુંદર હોવું જરૂરી નથી. દુબઈને ફરીથી વ્યાખ્યાયિત કરો. તે શહેર શહેરી આયોજનનું દુઃસ્વપ્ન છે. અન્ય એક યુઝરે લખ્યું કે, “કાશ તમે ભારતનું પ્રાચીન સ્થાપત્ય જોયું હોત. ત્યારે અને હવેમાં એટલો જ તફાવત છે કે ત્યારે ભારત પાસે પૂરતા સંસાધનો હતા.
Bangalore metro has amazing artwork on the walls. They let artists paint the walls later on.
Case in point, church street metro: pic.twitter.com/41ojhy7JQx
— Srijan R Shetty (@srijanshetty) March 19, 2023
અમૂક યુઝર તેમની વાત સાથે સહમત
જો કે કેટલાક યુઝર્સ એવા હતા જેઓ તેમના નિવેદન સાથે સહમત હતા. એક યુઝરે લખ્યું, સાચી વાત છે આપણું સાર્વજનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર્યાવરણને અનુકૂળ, ખર્ચ-અસરકારક કે સુંદર નથી. માત્ર મેટ્રો સ્ટેશન જ નહીં પરંતુ અન્ય જાહેર ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ સુંદર નથી.