આયકરભવન પાસેની કાર ચાલક સાથે તકરાર કરી
અજાણ્યા બાઇક ચાલકે કારચાલક સાથે ઝઘડો કર્યો અને અન્ય સાગરિત કારનો કાચ તોડી રોકડ લઇ ગયો
Updated: Mar 19th, 2023
અમદાવાદ,રવિવાર
શહેરના એલીસબ્રીજ ખાતેના
આયકર ભવન પાસે કારચાલક સાથે તકરાર કર્યા બાદ તેનું ધ્યાન અન્ય બાજુ ખેંચીને રૂપિયા
૧૨.૭૫ લાખની રોકડની ઉઠાંતરી કરાયાની ફરિયાદ એલીસબ્રીજ પોલીસ મથકેે નોંધવામાં આવી છે.
જે અંગે પોલીસે સીસીટીવીને આધારે તપાસ શરૂ કરી છે. આ બનાવની વિગતો એવી છે કેગાંધીનગર ખાતે રહેતા મનીષ ભટ્ટ અમદાવાદમાં
ફોરેન એક્સચેંજને લગતુ કામ કરે છે. શનિવારે બપોર ચાર વાગે તે તેમની કારમાં રૂપિયા ૧૨.૭૫
લાખની રોકડ લઇને સીજી રોડ ઇસ્કોન આર્કેડથી પાંજરાપોળ આયકરભવન ખાતે જતા હતા ત્યારે એક
બાઇકસવાર તેમની ગાડી પાસે આવ્યો હતો અને તેણે કારના દરવાજાને હાથ માર્યો હતો. જો કે મનીષભાઇ ધ્યાન આપ્યું નહોતુ. જે બાદ
આયકર ભવન પાસે તેમણે કાર ઉભી રાખી ત્યારે બાઇક સવારે પાસે આવીને તેમની ઝઘડો કર્યો હતો.
જેથી મનીષભાઇ કારની બહાર આવ્યા હતા. તે દરમિયાન બાઇક સવાર તેમને કારથી થોડા દુર લઇ
ગયો હતો અને ગાળાગાળી કરીને નાસી ગયો હતો. જે બાદ મનીષભાઇ પરત આવ્યા ત્યારે જોયુ તો
કારનો કાચ તુટેલો હતો અને ૧૨.૭૫ લાખ રૂપિયાની રોકડ ભરેલી બેગની ચોરી થઇ ચુકી હતી. આ
અંગે તેમણે એલીસબ્રીજ પોલીસ મથકે ફરિયાદ નોંઘાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.