લૂંટ કરવાની નવી મોડ્સ ઓપરેન્ડી સામે આવી
ઉવારસદમાં અભ્યાસ કરતા યુવક પાસે લીફ્ટ માંગી રસ્તા રોકીને બે વાર લૂંટ કરીઃચાંદલોડિયાની ઘટના
Updated: Mar 19th, 2023
અમદાવાદ,રવિવાર
અમદાવાદમાં પીજીમાં
રહીને અભ્યાસ કરતા યુવક પાસે સ્કૂટર પર લીફ્ટ લીધા બાદ અવાવારૂ જગ્યા પર તેને મારી
મારી મોબાઇલ ફોનથી કયુઆર કોડ સ્કેન કરાવીની લૂંટ કરાયાની બે ઘટના સામે આવી છે. જે અંગે
સોલા હાઇકોર્ટ પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ
કરી છે.મુળ રાજસ્થાનના જોધપુરનો વતની માનવ કોઠારી ગોતા ખાતે જીનાના
રેસીડેન્સીમાં પીજીમાં રહીને ગાંધીનગરના ઉવારસદ કર્ણાવતી યુનિવર્સિટી ખાતે એલએલબીના
ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગત ૭મી ફેબુ્રઆરીના રોજ સાંંજના સમયે તે સ્કૂટર લઇને વિશ્વ કર્મા મંદિરે દર્શન કરવા માટે
ગયો હતો. જ્યાં એક અજાણી વ્યક્તિએ તેને થોડે દુર ઉતારી દેવા માટે કહ્યું હતું. જેથી
તે યુવકને મંદિર પાસે આવેલા મેદાન પાસે લાવ્યો હતો. આ સમયે અન્ય ત્રણ યુવકો આવી ગયા
હતા અને તેમણે માનવને માર મારી ગળા પર હથિયાર મુકીને મોબાઇલનો કોડ ખોલાવીને પેટીએમથી ક્યુ આર કોડ સ્કેન કરીને નાણાં આપવા માટે કહ્યું
હતું. જો કે તેની પાસે નાણાં ન હોવાથી તેણે તેના મિત્ર પાસે ઓનલાઇન રૂપિયા ત્રણ ટ્રાન્સફર
કરાવી લીધા હતા. આ બનાવ અંગે માનવે કોઇ ફરિયાદ નોંધી નહોતી. જે બાદ બે દિવસ પહેલા માનવ
સાંજે સાત વાગે સિલ્વર ઓક યુનિવર્સિટી પાસેથી પસાર થતો હતો ત્યારે ફરીથી તે લોકો માનવને
રોકીને ક્યુઆર કોડથી ચાર હજાર ટ્રાન્સફર કરાવીને લૂંટ કરી હતી. જે અંગે સોલા હાઇકોર્ટ
પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.